Site icon Revoi.in

પશુમાં જોવા મળતા લમ્પી વાયરસ માટે રસીની શોધ -એક વર્ષ બાદ રસી બનાવવામાં મળી સફળતા

Social Share

દિલ્હીઃ- દેશના ઘમા વિસ્તારોમાં ગાયોમાં લપ્મી વાયરસનો કહેર જોવા મળી  રહ્યો છે,આ વાયરસથી અત્યાસ સુધી ઘણી ગાયોના મોત પણ થયા છે જો કે હવે આ રોગ માટેની રસી ટબંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવી શકે છે,.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે લમ્પી પ્રો-વેક આઈેનડી માત્ર એક થી બે રૂપિયામાં ઉપલબ્ધ હશે જેથી ચામડીના રોગમાં રાહત આપશે. આ સાથે તે 100 સુરક્ષિત રસી હશે. માત્ર એક વર્ષમાં સ્વદેશી રસી તૈયાર કરનાર હરિયાણાના હિસારના બે વૈજ્ઞાનિકો ડૉ.નવીન કુમાર અને ડૉ. સંજયે આ દાવો કર્યો છે.

હરિયાણાના હિસારમાં નેશનલ હોર્સ રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિક ડૉ. નવીન કુમારે જણાવ્યું કે 2019માં આ રોગ પહેલીવાર ઓડિશામાં જોવા મળ્યો હતો. તેના વાયરસની ઓળખ પહેલા ત્રણ મહિનામાં થઈ હતી. જેમાં જાણવા મળ્યું કે આ લમ્પી રોગનું મુખ્ય કારણ એક વાયરસ છે, જે પોક્સ પરિવારનો છે.

આ રસીનું  ક્લિનિકલ પરિક્ષણની જો વાત કરવામાં આવે તો તે  ત્રણ મહિના સુધી ચાલી હતી. જેમાં પ્રથમ ટેસ્ટ સસલા પર કરવામાં આવ્યો હતો. બીજી ટેસ્ટ મે 2022માં 15 વાછરડા પર કરવામાં આવી હતી. જેમાં 15 વાછરડા સંપૂર્ણ સલામત હતા. આ પછી રાજસ્થાનની ગૌશાળામાં તેનું વ્યાપક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રસીકરણ થયાના 7 થી 14 દિવસ પછી એન્ટિબોડીઝ બનવાનું શરૂ થાય છે.

ડો. ડી.આર. ગુલાટીએ જણાવ્યું કે આ માટે 50 ટેસ્ટ કરવામાં આવ્યા છે. એક ટેસ્ટમાં એક અઠવાડિયું લાગે છે. રસીની ફોર્મ્યુલા તૈયાર કરવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો.  આ રસીના ઈમરજન્સી ઉપયોગ માટે સરકાર પાસેથી પરવાનગી માંગવામાં આવી છે. પરવાનગી મળતા જ આ રસી મારકેટમાં ઉપલબ્ધ કરાવાશે.