Site icon Revoi.in

PM મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં રાજ્ય પોલીસ દળો અને અર્ધલશ્કરી સંસ્થાઓના વડાઓની 3દિવસીય કોન્ફોરન્સનો આજથી આરંભ

Social Share

દિલ્હીઃ- આજથી, તમામ રાજ્યોના પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષક દિલ્હીમાં દેશની આંતરિક સુરક્ષા પર વિચારમંથન કરશે. આ કોન્ફરન્સ 20, 21 અને 22  આમ 3 વિસ મધ્ય દિલ્હીના પુસા ખાતે ચાલશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ભાગ લેશે. બેઠકમાં તમામ ગુપ્તચર એજન્સીઓના ટોચના અધિકારીઓ પણ હાજર રહેશે.

આ કોન્ફોરન્સમાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બેઠકને સંબોધિત કરશે. જેમાં પોલીસ મહાનિરીક્ષક અને મહાનિરીક્ષક સ્તરે દેશના લગભગ 350 ઉચ્ચ પોલીસ અધિકારીઓ ભાગ લેશે.
આ સહીત આ ચર્ચામાં ખાસ મુદ્દો માદક દ્રવ્યોના વેપારને રોકવા અને નાર્કોટેરરિસ્ટો પર કડક કાર્યવાહી કરવાની પણ યોજના બનાવવામાં આવશે. આ ઉપરાંત દરિયાની કોસ્ટલ સિક્યુરિટી પર પણ ગંભીર ચર્ચા થશે.
આયોજીત આ કોન્ફરન્સમાં  બોર્ડર પર ડ્રોનનો ખતરો, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ, નક્સલ સમસ્યા સહિત સાયબર સિક્યુરિટી પર નવી બ્લુ પ્રિન્ટ પર ચર્ચા કરવામાં આવશે,સાયબર સિક્યોરિટી, ડ્રગ્સ વિરૂદ્ધ અભિયાન, જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર મુખ્ય ચર્ચા કરાશે. આ સિવાય સીમા વ્યવસ્થાપન, સરહદ પારથી પડકારો, દરિયાઈ સુરક્ષા, ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા ઉભો થયેલો ખતરો, અર્થતંત્ર, ક્રિપ્ટોકરન્સી, માઓવાદી હિંસા અને પૂર્વોત્તર અશાંતિ પર પણ ચર્ચા કરવામાં આવી શકે છે.

આ ઉપરાંત, આ કોન્ફરન્સનો એજન્ડા કટ્ટરપંથીકરણ, ક્રિપ્ટો કરન્સીનો દુરુપયોગ, ડાર્ક વેબ દ્વારા દાણચોરી અને આતંકવાદી કાર્યવાહી, ઉત્તર પૂર્વમાં ઉગ્રવાદી સમસ્યા, સરહદ વ્યવસ્થાપન સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરીને ભવિષ્યનો રોડમેપ તૈયાર કરશે.

Exit mobile version