Site icon Revoi.in

બે રાજ્યોમાં વહેંચાયેલું છે આ રેલવે સ્ટેશન,ટિકિટ કાઉન્ટરથી લઈને સાઈન બોર્ડ સુધી બધું જ અદ્ભુત

Social Share

રેલ્વેને ભારતના લોકોના હૃદયની ધડકન કહેવામાં આવે છે.ઘણા લોકોની આજીવિકા રેલવે પર નિર્ભર છે.રેલવે દ્વારા લોકો માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જ નહીં પરંતુ સમગ્ર દેશની મુલાકાત લઈ શકે છે.દેશમાં એક એવું રેલવે સ્ટેશન પણ છે જેના પ્લેટફોર્મ બે અલગ-અલગ રાજ્યોમાં છે.આ અનોખું રેલવે સ્ટેશન ભવાની મંડી સ્ટેશન છે જે બે રાજ્યોમાં વહેંચાયેલું છે.

જ્યારે તમે આ સ્ટેશન પર પહોંચશો, ત્યારે તમને ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે વિભાજિત બધું દેખાશે.પ્લેટફોર્મ પર મૂકવામાં આવેલી બેંચ પણ બે રાજ્યો વચ્ચે વહેંચાયેલી છે.આ રેલ્વે સ્ટેશનની લંબાઈ લગભગ 800 મીટર છે, જેમાંથી 500 મીટર ગુજરાતમાં અને 300 મીટર મહારાષ્ટ્રમાં છે.

અહીં સ્ટેશન માસ્ટર દ્વારા જાહેરાત પણ ચાર ભાષાઓમાં કરવામાં આવે છે જેમાં હિન્દી, અંગ્રેજી, મરાઠી અને ગુજરાતીનો સમાવેશ થાય છે.આ સ્ટેશન પર સ્ટેશન માસ્ટરની ઑફિસ, વેઇટિંગ રૂમ અને વૉશરૂમ પણ બે રાજ્યોમાં વહેંચાયેલા છે.અહીં ટ્રેનનું એન્જિન એક રાજ્યમાં ઊભું છે અને ટ્રેનના ગાર્ડ કોચ બીજા રાજ્યની સરહદમાં ઊભા છે.

Exit mobile version