Site icon Revoi.in

ગુજરાતમાં છૂટાછેડાના કેસમાં વધારો, ફેમિલી કોર્ટમાં 34000થી વધુ કેસ પેન્ડિંગ

Social Share

અમદાવાદઃ ભારતિય સંસ્કૃતિ મુજબ લગ્ન જીવન એ  સાત જન્મનું ઋણાનુંબંધ ગણાય છે. જમાનાની સાથે આજે સંયુક્ત કુટુમ્બમાંથી વિભક્ત કુટુમ્બો વધતા જાય છે. એટલે પતિ-પત્ની અલગ રહેતા હોવા છતાં બન્ને વચ્ચે  મતભેદો અને વૈમનસ્ય સર્જાતુ હોય છે. સાથે જ એકબીજાને સમજવાની અને સહન કરવાની શક્તિના અભાવને લીધે સાંપ્રત સમયમાં છૂટાછેડાના બનાવો વધી રહ્યા છે. ઘણા દંપત્તીઓ તો એવા જોવા મળી રહ્યા છે, કે તેમના લગ્ન જીવનને 6 મહિના થયા નથી તો પણ છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં જતાં હોય છે.તેના લીધે ગુજરાતમાં આજે ફેમિલી કોર્ટમાં 34000થી વધુ કેસ પેન્ડિંગ  છે.

ગુજરાતની ફેમિલી કોર્ટ્સમાં 34 હજારથી વધારે કેસ પેન્ડિંગ છે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં આવેલી  32 ફેમિલી કોર્ટમાં દર મહિને સરેરાશ બે હજારથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેમાંથી દર મહિને સરેરાશ બે હજારથી વધારે કેસોનો નિકાલ કરાય છે. મોટાભાગના કેસો ભરણ પોષણના પણ હોય છે. હવે તો મુસ્લિમ સમાજના કેસો પણ કોર્ટમાંઆવી રહ્યા છે. ઘણા એવા પણ કેસ જોવા મળતા હોય છે. કે પતિ-પત્ની 50ની વય વટાવી ગયા બાદ પણ છૂટાછેડા માટે કોર્ટમાં ગુહાક લગાવતા હોય છે. આમ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના કેસમાં ચિંતાજનક વધારો તઈ રહ્યો છે. દેશમાં કુલ 766 ફેમિલી કોર્ટ છે, જેમાં 11.27 લાખ જેટલા કેસ પેન્ડિંગ છે. દેશમાં સૌથી વધારે પેન્ડિંગ કેસ ઉત્તર પ્રદેશમાં 3.81 લાખ છે. ગુજરાત છૂટાછેડાના પેન્ડિંગ કેસની બાબતમાં દેશમાં 10મા નંબરે છે. ગુજરાતમાં સૌથી વધારે અમદાવાદ શહેર-જિલ્લામાં મળી અંદાજે 10 હજારથી વધારે કેસ પેન્ડિંગ છે.

ફેમિલી કોર્ટમાં પતિ પત્નીએ બન્નેએ સંમતીથી રાજીખૂશીથી ડાયવોર્સ માટેની અરજી કરી હોય તો પણ 6 મહિના પછી જ છૂટાછેડા મળે છે. કારણ કે પતિ-પત્નીને ડોયવોર્સનો નિર્ણય લીધા બાદ પસ્તાવો થાય અને બન્ને ફરીથી એક થવા માગતા હોય તે માટે 6 મહિનાનો સમય આપવામાં આવતો હોય છે. જો કે થોડા સમય અગાઉ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે છૂટાછેડા પર મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જો પતિ-પત્ની વચ્ચેના સંબંધો એટલા બગડી ગયા હોય કે સમાધાનનો કોઈ અવકાશ જ નથી, તો કોર્ટ ભારતના બંધારણની કલમ 142 હેઠળ છૂટાછેડાની મંજૂરી આપી શકે છે.