Site icon Revoi.in

અમદાવાદના ચાંદખેડા ગામમાં આસો સુદ ચૌદસે પરંપરાગત રીતે યોજાય છે ઈકો ફ્રેન્ડલી ગરબા

Social Share

અમદાવાદઃ શહેર પ્રવેશદ્વાર અને ગાંધીનગર જિલ્લાની સરહદ એટલે કે ચાંદખેડા ગામ ચાંદખેડા ગામમાં દિવાળી કરતા આસો ચૌદસના દિવસે યોજાતા ગરબાનું મહત્વ વધારે છે અંદાજે 1000 વર્ષ ઉપરાંત થી ચાંદખેડામાં ગરબા થાય છે આ ગરબા બ્રહ્માણી માતાના હોય છે  આ ગરબા ઇકો ફ્રેન્ડલી હોય છે કાગળના ફુલ અને જુવારના સાઠા માંથી તૈયાર કરવામાં આવે છે.

આ ગરબા થી પર્યાવરણને કોઇ નુકસાન નથી, આ ગરબા માથે લઈ ગુમી શકાતું નથી ચાંદખેડા નો કોઈ પણ વ્યક્તિ બહારગામ રહેતો હોય તો ગરબા ના દર્શન કરવા અવશ્ય આવે છે આ દિવસે પ્રત્યેક ઘરે મહેમાન વધારે આવે છે દરેકના ઘરે લાડુ દાળ ભાત ફરસાણ પુરી વગેરેનું પાકું ભોજન બનાવાય છે આ દિવસે કોઈ પરિવારમાં દીકરા કે દીકરીના લગ્ન કરવાની વાત માટે ગરબા નો દિવસ પસંદ કરે છે રાત્રિ મેળાનું આયોજન થાય છે ચકડોળ મોતનો કૂવો ખાણી પીણી સ્ટોલ મહિલાઓના ઘરેણા ચીજ વસ્તુઓ વેચાણ મળતી હોય છે મેળો કોઈ સૌરાષ્ટ્ર નો મેળો હોય એવું લાગે છે.

આ પછી દિવસે માનતા ના ગરબા હોય છે આ ગરબા નિમિત્તે જેની માનતા હોય તેમના સગા દીકરી જમાઈઓ જમાડી વ્યવહાર કરવોપડતો હોય છે ચાંદખેડા ના ગરબા આનંદ અને ઉલ્લાશ ઉજવાય છે ગરબા રાત્રી 12:00 તૈયાર થાય છે ગરબાની શરૂઆત પહેલા નાયક બંધુઓ દ્વારા સ્તુતિ કરાય છે પછી માતાજીની આરતી કરી ગરબા ગવાય છે ગરબા આખી રાત એટલે સવારે છ વાગ્યા સુધી ચાલે છે સવારે આરતી બાદ વિદાય કરવામાં આવે છે. આ આજ ટાઈપના ગરબા આજ આસો ચૌદસ ગાંધીનગર જિલ્લાના અંબાપુર રાંધેજા માં થાય છે કલોલ તાલુકાના સોજા ગામે પણ ગરબા થાય છે આ પ્રકારના ચાંદખેડા સામાજિક કાર્યકર મનહરસિંહ વાઘેલા આ જણાવ્યું છે કે ચાંદખેડા ના ગરબા એક વખત જુઓ તો, જિંદગીભર સંભરણુ રહેશે.