Site icon Revoi.in

ટ્રક ડ્રાઈવરની ઓકાત પુછનારા શાજાપુરના ડીએમને પદ પરથી હટાવાયા, MPના CM મોહન યાદવે કરી કાર્યવાહી

Social Share

ભોપાલ: એક ટ્રક ડ્રાઈવરને ઓકાત દેખાડનારા મધ્યપ્રદેશના શાજાપુરના કલેક્ટર કિશોર કુમાર કન્યાલ પર કાર્યવાહી કરવામાં આવી છે. ડીએમનો આ વીડિયો વાયરલ થયા બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સરકારે આકરી કાર્યવાહી કરતા કલેક્ટરને પદ પરથી હટાવ્યા છે. કલેક્ટર કિશોર કન્યાલ દ્વારા ટ્રક ડ્રાયવરો સાથે બેઠક દરમિયાન વાંધાજનક ભાષાનો ઉપોયગ કરવાના મામલે મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું છે કે એક અધિકારીની આવા પ્રકારની ભાષા બોલવી યોગ્ય નથી. આ સરકાર ગરીબોની સરકાર છે. તેવામાં ચાહે કોઈ કેટલો પણ મોટો અધિકારી હોય તેણે કામનું પણ સમ્માન કરવું જોઈએ અને ભાવનું પણ સમ્માન કરવું જોઈએ.

મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના કલેક્ટર અને એક ટ્રક ડ્રાયવરની વચ્ચેની બેઠકમાં વાતચીતનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં દેખાય રહ્યું છે કે કલેક્ટર કિશોર કન્યાલે પોતાનો પિત્તો ગુમાવ્યો અને ડ્રાયવરને સવાલ કર્યો કે શું કરીશ તું, શું ઓકાત છે તારી? તેના પર ડ્રાયવરે કહ્યુ કે આ તો લડાઈ છે કે અમારી કોઈ ઓકાત નથી. પીટીઆઈના અહેવાલ મુજબ, પછી તે વ્યક્તિને મીટિંગમાંથી દૂર લઈ જવાયો.

વીડિયો સોશયલ મીડિયા પર વ્યાપકપણે શેયર કરાયો. કોંગ્રેસના સાંસદ શશી થરુરે કલેક્ટરની નિંદા કરી. કોંગ્રેસના સાંસદે એક્સ પર લખ્યુ કે દરેક વાત પર કહો છો કે તું શું છે, તમે કહો કે આ અંદાજ એ ગુફ્તગૂ શું છે? બાદમાં કલેક્ટર કાર્યાલયે એક સ્પષ્ટીકરણ જાહેર કરીને કહ્યુ કે બેઠકમાં વ્યક્તિ 3 જાન્યુઆરી બાદ વિરોધને કોઈપણ સ્તર સુધી વિસ્તારવા માટે વારંવરા ધમકી આપી રહ્યા હતા. સ્પષ્ટીકરણમાં કહેવામાં આવ્યું છે કે કલેક્ટરે તે વ્યક્તિને નિયંત્રિત કરવા માટે કડક લહેજાનો ઉપયોગ કર્યો, કોઈને આઘાત પહોંચાડવા માટે નહીં.