Site icon Revoi.in

ચહેરા પર ન લગાવતા આ પ્રોડક્ટ્સ,નહીં તો થઈ જશે મોટી તકલીફ

Social Share

આજના સમયમાં મોટાભાગના લોકો પોતાની સુંદરતાને ધ્યાનમાં રાખીને કઈને કઈ તો કરતા જ હોય છે. લોકો માને છે કે તેઓ પોતાની સુંદરતા માટે કોઈ ક્રિમ, લોશન કે અન્ય પ્રોડક્ટસનો ઉપયોગ કરશે તો ચહેરાની ત્વચા ચમકી જશે પરંતુ ક્યારેક આની વિપરીત અસર પણ જોવા મળતી હોય છે.

સૌથી મોટી વાત તો એ છે કે પિમ્પલ્સ, ડ્રાય સ્કિન વગેરે જેવી સમસ્યાઓ માટે આપણે ચહેરા પર ઘણું લગાવીએ છીએ. ઘરેલું ઉપાય ફાયદાકારક છે, પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે આપણે સાવચેત રહેવું જોઈએ. કારણ કે ચહેરા પર કેટલીક ચીજોનો ઉપયોગ કરવો નુકસાનકારક હોઈ શકે છે. તમારા ચહેરાની સુંદરતામાં વધારો કરવાને બદલે, તે કદરૂપું થઈ શકે છે.

ભારતમાં ઘણા લોકો ચહેરા પર બોડી લોશન લગાવે છે. તેમને લાગે છે કે તેનો ઉપયોગ ફેસ ક્રીમ અને સનસ્ક્રીનને બદલે કરી શકાય છે. પરંતુ આ ખોટું છે.

આપણે વાંચ્યું છે કે ચહેરો માટે નવશેકું પાણી ફાયદાકારક છે. આ ચહેરાના છિદ્રોને ખોલે છે. પરંતુ આપણે નવશેકું પાણી અને ગરમ પાણી વચ્ચેનો તફાવત જાણવો જોઈએ. કારણ કે, ખૂબ ગરમ પાણીથી ચહેરો ધોવાથી તમારા ચહેરાની બાહ્ય ત્વચામાંથી કુદરતી ભેજ ઓછો થઈ શકે છે અને તમને બર્નિંગ, ખંજવાળ અને શુષ્ક ત્વચાની સમસ્યા આવી શકે છે.