Site icon Revoi.in

ઘરની આ દિશામાં કિચન સિંક ન બનાવો,નહીં તો થઈ જશો ગરીબ

Social Share

વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર ઘરમાં રસોડાની મહત્વની ભૂમિકા હોય છે.ઘરની દક્ષિણ-પૂર્વ દિશા રસોડા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.અગ્નિ એટલે કે ઊર્જા આ દિશામાં રહે છે.આ દિશાનો અધિપતિ ગ્રહ શુક્ર છે.મહિલાઓ પણ તેમનો મોટાભાગનો સમય રસોડામાં પસાર કરે છે.ઘરના રસોડામાં વાસ્તુ દોષ મહિલાઓ પર નકારાત્મક અસર કરે છે.વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર ભૂલથી પણ ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં રસોડું ન બનાવવું જોઈએ.તેનાથી ઘરમાં બિનજરૂરી ખર્ચ વધી શકે છે.

વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર આ દિશામાં રસોડું હોવાને કારણે પરિવારના સભ્યોમાં રોગ, અકસ્માત, બાળકોની ચિંતા જેવી સમસ્યાઓ આવી શકે છે.

ચાલો જાણીએ રસોડા સાથે જોડાયેલી વાસ્તુ ટિપ્સ…

1. રસોડામાં ગેસનો ચૂલો રાખવા માટે પથ્થરનો સ્લેબ પૂર્વ અને ઉત્તર દિશા તરફ બનાવવો જોઈએ. જેથી રસોઈ બનાવતી વખતે ગૃહિણીનું મુખ ઉત્તર કે પૂર્વ તરફ રહે.
2. વાસણો ધોવા માટે સિંકને ઈસાન કોણ એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં ગોઠવવામાં આવે તે સૌથી શુભ માનવામાં આવે છે.
3. રસોડામાં લાઇટિંગની વ્યવસ્થા જેમ કે બારી કે બલ્બ પૂર્વ અને ઉત્તર દિશામાં લગાવવા જોઈએ.
4. રસોડામાં ફ્રીજ હંમેશા ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ.
5. ઇન્ડક્શન- માઇક્રોવેવ વગેરે હંમેશા દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખવું જોઈએ.