Site icon Revoi.in

મોબાઈલ ફોનને લોંગ ટાઈમ સુધી સારો રાખવા ન કરો આટલી ભૂલો, નહી તો ફોન સમય કરતા પહેલા જ થઈ જશે ખરાબ

Social Share

 આજકાલ દરેક લોકો પોતાના મોબાઈલ ફોનને પોતાના જીવની જેમ સાચવે છે,ફોનને જો વધુ સમય સુધી સારો રાખવો હોય તો તેના માટે આજે કેટલીક ટ્રિક જાણીશું, જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો તમારો ફોન લાંબો સમય સુધી સારો રહી શકે છે, કારણ કે જાણે અજાણ્યે આપણે ઘણી ભૂલો કરતા હોય છે જે આપણા ફોનની આયુ ઘટાડે છે પરિણામે ફોન પોતાના સમય કરતા પહેલા જ બગડી જાય છે. જેથી ફોન વાપરવાની પણ ખાસ રીત હોય છે જેના થકી ફોનની સારી કાળજી કરી શકાય છે.

 જો તમે પણ આ ભૂલો કરો છો તો હવે ન કરતા

 જ્યારે પણ તમે તમારા ફોનને ચાર્જિંગમાં રાખો છો અને તે જ્યારે 100 ટકા ચાર્જ થી જાય છે ત્યારે તેને તરત જ પ્લગમાંથી કાઢીલો અથવા પ્લગની  સ્વિચ બંધ કરીદો   જો આ ધ્યાન રાખશો તો તમારા ફોનની બેટવી લોંગ ટાઈમ સુધી સારી રહેશે .

સ્માર્ટફોનના સતત ઉપયોગથી મધર બોર્ડ પર ખરાબ અસર પડે છે. ફોનની સ્ક્રીન વચ્ચે વચ્ચે બંધ કરી દેવી જોઈએ. આનાથી ન માત્ર મધર બોર્ડ પર ખરાબ અસર પડે છે, પરંતુ ફોનના જરૂરી ભાગોને પણ નુકસાન થઈ શકે છે.જેથી સતત ફોન ન વાપરવો જોઈએ તેને પણ ારોમ આપવો જોઈએ

 સ્માર્ટફોનની સફાઈ જરૂરી છે પરંતુ આ માટે યોગ્ય ટૂલ્સનો ઉપયોગ કરવો જોઈએ. આ રીતે ફોનને નુકસાનથી બચાવી શકાય છે. બને ત્યા સુઘી મોબાઈલ શોપમાં ફોન સાફ કરાવી શકો છો, આ સાથે જ ફોનના કોઈ પણ હોલમાં પીન કે સોય વડે સફઆઈ કરવી ટાળવી જોઈએ

 સ્માર્ટફોનના ઘણા પોર્ટ છે જેનો ઉપયોગ ખૂબ કાળજી સાથે કરવો જોઈએ. 

તમારા ફોનમાં ઘણી બધી એપ્સ ડાઉનલોડ કરશો નહીં. આવી સ્થિતિમાં, ફોનની બેટરી પર વધુ અસર થાય છે, જેના કારણે ફોન ગરમ થઈ શકે છે અને વિસ્ફોટ થઈ શકે છે.

 ફોન સ્ટોરેજની જો વાતકરવામાં આવે તો સમય રહેતા ફોનનો ટેડા બીજે સાચવી લેવો જોઈએ.આ સાથે જ વધુ પડતી ગેમ્સ એક સાથે ફોનમાં ન રાખવી જોઈએ જે બેટરી તરત લો કરી દે છે.