Site icon Revoi.in

તમને પણ થાય છે ચહેરા પર મેકઅપની સાઈડ ઈફેક્ટ ? તો ખાસ યાદ રાખો આટલી બાબત, ત્વચા નહી થાય ખરાબ

Social Share

સામાન્ય રીતે ઘણા લોકોને ચહેરા પર મેકઅપ કરવાથી એલર્જી થતી હોય છે અને સ્કિન ખરાબ થઈ જાય છે, ખાસ કરીને મેકઅપથી સ્કિન લાલ થવી, સ્કિન પર બળતરા થવી કે જીણી જીણી ફોલ્લીઓ થવાની સમસ્યાઓ સતાવતી હો છે, અને મેકઅપ કરવાનો બીજી બાજુ શોખ હો છે, આવી સ્થિતિમાં મેકઅપ કરવો પણ હોય છે અને ચહેરાને નુકશાન ન થાય તે પણ ધ્યાન આપવાનું હોય છે, ત્યારે આપણે આવી સમસ્યા માટે કેટલીક ટિપ્સ જોઈશું, આ ટિપ્સની મદદથી તમે મેકઅપ કરી પણ શકશો અને તમારી સ્કિનને એલર્જીથી બચાવી પણ શકશો.

તમને જે શૂટ થાય તેજ મેકઅપ કરવાનો આગ્રહ રાખો……………….મેકઅપ પ્રોડક્ટ ખરીદો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે એ પ્રોડક્ટ તમારા સ્કિન ટાઇપને સૂટ શતે કે નહી. ઘણીવાર એવી મેકઅપ કિટથી સ્કિન એલર્જી જેવી સમસ્યાઓ સર્જાય છે. એટલે સૌથી પહેલા આપણે પોતાની સ્કિન ટાઇપને સારી રીતે જાણી લેવી અને પછી જ પ્રોડક્ટ ખરીદો.બને ત્યા સુધી સારી કંપનીની મેકઅપ કિટ ખરીદવાનો આગ્રહ રાખવોટ

 

મિનરલ બેસ્ડ પ્રોડક્ટ વાપરવાનો આગ્રહ રાખો………………..ખાસ કરીને મિનરલ બેસ્ડ મેકઅપ ઘણા લાઈટવેઇટ હોય છે. આ સ્કિનમાં હાજર પોર્સ બંધ થવા દેતા નથી  જેથી આ મેકઅપ વાપરવાથી ત્વચા પર કોઈ પ્રકારની એલર્જી કે ખીલ થવાની સમસ્યાઓ નથી થતી. આ સ્કિનને જરૂરી મિનરલ્સ પણ પુરા પડે છે.

વધારે પડતા ફઆઉન્ડેશનનો ઉપયોગ ટાળો …………….ત્વચા પર બને ત્યા સુધી ફાઉન્ડેશનનો ઉપયોગ ઓછો અથવા તો નકો, કારણ કે તે ત્વચાના પોર્સને બંધ કરી દે છે અને તેનાથી ત્વચાની એલર્જી થવાની શક્યતા વધે છે, મોટા ભાગે રાત્રીના ફાઉન્ડેશન લગાવો તડકામાં લગાવવાથઈ તેની સાઈડ ઈફેક્ટ થાય છે ,

સ્કિન ટોનર નો ઉપયોગ કરો……………..કોઈ પણ વસ્તુ ચહેરા પર અપ્લાય કરતા પહેલા સ્કિન ટોનર લગાવવાનું ચોક્કસપણે ન ભુલશો.સ્કિન ટોનર ત્વચાને સાફ કરીને એના મોટા પોર્સ સંકોચવાના કામ આવે છે. આ ચહેરાની ત્વચાને સ્મૂધ અને સ્વચ્છ બનાવે છે અને જેનાથી સ્કિન એલર્જી થવાની શક્યતાઓ ઘટી જાય છે