Site icon Revoi.in

શું તમને પણ બેઠા-બેઠા બન્ને પગ હલાવાની આદત છે? જો હા તો ચેતી જજો, ઊંડી ચિતાનો છે સંકેત

Social Share

સામાન્ય રીચે આપણે જ્યારે ખુરશી પર બેઠા હોઈએ અથવા તો આપણે સોફા પર કે પલંગ પર પગ લટકાવીને બેઠા હોઈએ ત્યારે આપણાને બન્ને પગ હલાવવાની આદત હોય છે આપણાને આમ કરવામાં જાણે આનંદ આવતો હોય છે જો કે તમને પણ આવી આદત હોય તો હવે ચેતી જજો.કારણ કે આમ કરવું અનેક બીમારીનો સંકે્ત પણ હોય છે

પગ હલાવવા એ ઊંડી ચિંતાનો સંકેત

આમ પગ હલાવવા એના માટે જો કે તેના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ તેનું એક કારણ રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ હોઈ શકે છે, જે 10 ટકા લોકોને થઈ શકે છે. આ એક સ્વાસ્થ્ય સમસ્યા છે જે નર્વસ સિસ્ટમ સાથે સંબંધિત છે. આ સમસ્યા સ્ત્રીઓ અને પુરુષો બંનેમાં જોવા મળે છે.

જાણો શું છે રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ

આ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિને બેઠા-બેઠા અને સૂતી વખતે અચાનક દુખાવો થાય છે અને જ્યારે આપણે પગ ખસેડીએ છીએ ત્યારે આ દુખાવો ઓછો થવા લાગે છે. જ્યારે આ પીડાદાયક સ્થિતિ વારંવાર થાય છે, ત્યારે તેને રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. આયર્નની ઉણપને કારણે પણ આ સમસ્યા થઈ શકે છે.

આમ કરવાનું કારણે આનુવંશિક પણ હોઈ શકે છે

જો કે આ સિન્ડ્રોમનું ચોક્કસ કારણ જણાવવું મુશ્કેલ છે, પરંતુ કેટલીકવાર તે આનુવંશિક પણ હોઈ શકે છે. ઘણી વખત ઘરમાં માતા કે પિતાને આ સમસ્યા હોય છે, જે બાળકોમાં થવાની શક્યતા રહે છે.આ સિન્ડ્રોમને દૂર કરવા માટે ફિઝિયોથેરાપી સારવાર લઈ શકાય છે. આ સિવાય મસલ્સ સ્ટેજીંગ કરીને પણ આ સિન્ડ્રોમને ઠીક કરી શકાય છે.અને જો વધારે પડતી આવી આદત હોય તો તમે ડોક્ટરની મુલાકાત લઈને સારવાર કે થેપારી લઈ શકો છો.