Site icon Revoi.in

શું તમે જમીને તરત જ દવા પીવ છો ? તો જાણીલો હવે દવા પીવાનો સાચો ટાઈમ કયો છે

Social Share

 સામાન્ય રીતે આજકાલ મોટા ભાગના લોકો કોઈને કોઈ કારણોસર દવા પીતા હોય છે,આજકાલની ફાસ્ટ લાઈફમાં નાની મોટી સૌ કોઈ બીમારીનો સામનો કરી રહ્યા હોય તેવી સ્થિતિમાં દવા લેવી જરુરી પણ બને છએ જો કે આવી સ્થિતિમાં તમારે એપણ જાણવું જોઈએ કે દવા ક્યારે પીવી જોઈએ.

 દવા ક્યારેય જમીને તરત ન જ પીવી જોઈએ, જો તમે પણ દવા અને ખાદ્યપદાર્થને લઈને કોઈ સમયનું અંતર નથી રાખતા તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમે સવારે, દિવસ અને રાત દવા લઈ રહ્યા છો, તો તમારા માટે આ બધી બાબતોને જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

 મોટાભાગની દવાઓ કંઈક ખાધા પછી જ લેવાનું ડોક્ટર દ્રારા કહેવામાં આવે છે. ઘણી બીમારીઓમાં લેવામાં આવતી મોટાભાગની દવાઓ પેટમાં જાય છે અને એસિડિટી કે અલ્સર જેવી સમસ્યા ઊભી કરે છે, જેથી મની જ દવા લેવી યોગ્ય છે.

 આ સિવાય કેટલીક દવાઓ એવી હોય છે કે તે પાણીમાં ઝડપથી ઓગળી જાય છે, તેથી તે દવાઓ ખાલી પેટ લેવાનું કહેવામાં આવે છે. ડોકટરો આ દવાઓને ખાલી પેટે લેવાનું કહે છે કારણ કે તે ખોરાક સાથે ઓગળવામાં વધુ સમય લે છે, જે તેની અસર ઘટાડે છે.

જો તમે ખાવાના થોડા સમય પછી જ દવા લઈ રહ્યા છો તો કેટલીક દવાઓ એવી હોય છે કે તેની અસર તેમને લીધાના અડધા કલાકથી એક કલાક પછી જોવા મળે છે. તેથી જ કોઈ પણ દવા લેતા પહેલા ડૉક્ટરને આ સમય અને ખોરાક વચ્ચેનો તફાવત પૂછવો જોઈએ. એવું ન થવું જોઈએ કે દવાઓ તમને કોઈ નુકસાન પહોંચાડે. દવા લેવા માટે યોગ્ય સમય હોવો પણ ખૂબ જ જરૂરી છે.ઘણી વખત દવાઓ જમીને 30 મિનિટ બાદ લેવામાં આવે છે જેથી કરીને દવાઓ જમ્યા બાદ ક્યારે લેવી જોઈએ તે ડોક્ટરને જરુરથી પૂછવું.