Site icon Revoi.in

ગરમીના કારણે તમે ફ્રીજનું પાણી પીવો છો ? તો  હેલ્થને થશે નુકશાન,માટલાના પાણીનો કરો ઉપયોગ

Social Share

 

સામાન્ય રીતે ઉનાળામાં સમયની કાળઝાર ગરમીમાં સૌ કોઈને છંડુ પીવાનું મન થાય છે અને આપણે ફ્રીજના પાણીનો સૌથી વધુ પીવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ જો કે આમ કરીને આપણે આપણા જ શરીરને નુકશાન પહોંચાડી રહ્યા છએ, ફ્રીજનું પાણી એક હદ સુધી તમને ખૂબ નુકશાન કરી શકે છે, ગળામાં બળતરા થવાથી લઈને શરદી,ગેસ,પેટનો ફુલાવો જેવી સમસ્યાઓ સર્જી શકે છે, આના બદલે તમે માટલાના પાણીનો ઉપયોગ કરો જે ઠંડકની સાથે આરોગ્યની પણ જાણવણી કરે છે.

માટલાના પાણી પીવાના ફાયદા અને ફ્રીજનું પાણી પીવાથી થતું નુકશાન જાણો

 ગરમીમાં ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી ગળામાં ઘણા પ્રકારના રોગ પણ થઈ શકે છે. તેમજ ગળું પાકવા ઉપરાંત ગ્રંથિઓમાં સોજો આવવાની સમસ્યા પણ થઈ શકે છે. 

તા માટલાનું ઠંડુ પાણી આરોગ્ય માટે ફાયદા કારક છે. તેમજ કાળઝાળ ગરમીમાં લૂથી બચાવે છે. તેમજ માટીના ઘડામાં તળિયામાં નાના છિદ્ર હોય છે, જેમાં પાણી આસાનીથી ફિલ્ટર અને શુદ્ધ થઈ જાય છે. 

માટલાનું પાણી પીવાથી ગરમી નાશ પામે છે. તેના કારણે માટીના માટલામાં રાખેલું પાણીનું તાપમાન ઓછું હોય છે, નિયમિત રીતે માટલાનું પાણી પીવાથી શરીરની રોગો સામે લડવાની ક્ષમતા વધે છેમાટલામાં રાખેલું પાણી પીવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોન એટલે કે મેલ સેક્સ હોર્મોનનું સ્તર વધે છે. 

આ સાથે જ ફ્રીજનું પાણી તમારા પેટમાં ગેસની ક્રિયા કરે છે છેવટે પેટનો ફુલાવો વધે છે જ્યારે માટલાનું પાણી માટીમાં રહેલા ક્ષારના ગુણની એસિડિટી સાથે પ્રભાવિત થઈ યોગ્ય પીએચ સંતુલન પ્રદાન કરે છે.માટલાનું પાણ ીતરસ છીપાવે છે જ્યારે ફ્રીજનું પાણ ીતરસ છીપાવામાં નિષઅફળ રહે છે પરિણામે વારંવાર પાણી પીવું પડે છે અને પેટ ડબ થવાની સમસ્યા થાય છે.