Site icon Revoi.in

શું તમને ફરવાનો કે ટ્રેકિંગનો શોખ છે? તો ગુજરાતની આ જગ્યા છે બેસ્ટ

Social Share

કોરોનાવાયરસનું સંક્રમણ ઓછુ થતા ફરવાના શોખીન લોકો ફટાફટ બહાર નીકળી રહ્યા છે. ત્યારે જો કોઈ વ્યક્તિ ગુજરાતમાં રહેતું હોય અને તેને ટ્રેકિંગનો શોખ હોય તો તે સુરતથી 150 કિ.મી દૂર આવેલા હિલ સ્ટેશનમાં ફરવા જઈ શકે છે.

ગુજરાતનું ‘ડોન હિલ સ્ટેશન’ કે જે સાપુતારા અને આબુને પણ ટક્કર આપે તેવું છે સાથે ટ્રેકિંગના શોખીનો માટે બેસ્ટ જગ્યા છે. હજુ સુધી ઘણા ઓછા લોકો આ હિલ સ્ટેશન વિશે જાણે છે. આ હિલ સ્ટેશન લગભગ 1000 મીટરની ઉંચાઈ પર આવેલું છે. ટ્રેકિંગના શોખીન લોકો માટે આ સ્થળ બેસ્ટ છે.

‘ડોન હિલ સ્ટેશન’ જે ગુજરાતના આહવા અને મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની બોર્ડર પર આવેલું છે. આહવાથી ડોન હિલ સ્ટેશન તરફ જવાનો રસ્તો ફક્ત 38 કિલોમીટરનો છે. આ હિલ સ્ટેશન સાપુતારા કરતા પણ 17 મીટર ઉંચુ છે અને સાથે જ તેના કરતા 10 ગણો મોટો વિસ્તાર ઘરાવે છે.

જો આના પૌરાણીક મહત્વ વિશે વાત કરવામાં આવે તો માનવામાં આવે છે કે અહીં ભગવાન શિવ, માતા સીતા, હનુમાનજીની દંતકથાઓ પણ જોડાયેલી છે. આ હિલ સ્ટેશનનું નામ પડવાની પાછળ એક રસપ્રદ વાત પણ જોડયેલી છે. માન્યતા છે કે રામાયણ કાળમાં અહીં ગુરુ દ્રોણનું આશ્રમ હતું. અને વનવાસ વખતે ભગવાન રામ અને સીતા પણ અહીં આવ્યા હતા. ગુરૂ દ્રોણનું આશ્રમ અહીં હોવાના કારણે આ જગ્યાને દ્રોણ તરીકે ઓળખવામાં આવતી હતી અને ત્યારે બાદ તેનું અપભ્રંશ થઈને આ હિલ સ્ટેશનનું નામ ડોન થઈ ગયું.