Site icon Revoi.in

શું તમને રેલ્વે સ્ટેશનનું હિન્દીમાં નામ ખબર છે,જો નહી તો હવે જાણીલો

Social Share

દિલ્હીઃ- સામાન્ય રીતે ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવો હશે કે જેણે ટ્રેનની મુસાફરી ન કરી હોય, અને જેણે રેલ્વે સ્ટેશન ન જોયું હોય, આપણે દરેક રોજિંદા જીવનમાં રેલ્વે સ્ટેશનને યાદ કરતા હોઈએ છીએ રેલ્વે સ્ટેશનનું નામ લેતા હોઈએ છીએ જોકે રેલ્વે સ્ટેશન એ એક અંગ્રેજી શબ્દ છે આપણે સૌ કોઈ તેનો ઉપયોગ બહોલવા માટે કરીએ છીએ.

પરંતુ  શું  તમે જાણો છો કે રેલ્વે સ્ટેશનને હિન્દીમાં શું કહેવાય છે? હા, ટ્રેનની મુસાફરી દરમિયાન, આપણે આવા ઘણા શબ્દોનો ઉપયોગ કરવો પડે છે, જે આપણાને ફક્ત અંગ્રેજીમાં જ ખબર હોય છે. ભાગ્યે જ કોઈને ખબર હશે કે હિન્દીમાં તેનો અર્થ શું થાય  છે. તેની પાછળનું કારણ એ છે કે હિન્દીમાં તેમના અર્થ એટલો મુશ્કેલ છે કે તેમને બોલવું  ખૂબ અઘરું પડે છે. આવી સ્થિતિમાં, લોકો તેમની અનુકૂળતા અનુસાર સરળ શબ્દનો રેલ્વે સ્ટેશનનો જ બોલવામાં ઉપયોગ કરે છે. તો ચાલો જાણીએ હીંદીમાં રેલ્વે સ્ટેશનને શું કહી શકાય.

“રેલ્વે સ્ટેશન” નો હિન્દી અર્થ જાણતા પહેલા, સમજી લઈએ કે કે હિન્દીમાં “રેલવે અથવા ટ્રેન” નો અર્થ શું છે. હિન્દીમાં “રેલ અથવા ટ્રેન” નો અર્થ “લોહ પથ ગામિની” થાય છે. હવે પૂરો અર્થ સમજો તો એવું વાહન જે લોઢાના રસ્તે ચાલે. હવે જો બધા શબ્દોને જોડીએ તો “ટ્રેન કે રેલ્વે” ને હિન્દીમાં “લૌહ પથ ગામિની” કહેવામાં આવે છે.

રેલ્વે સ્ટેશનને હિન્દીમાં “લૌહ પથ ગામિની વિરમ બિંદુ” અથવા “લૌહ પથ ગામિની આરામ સ્થળ” પણ કહેવામાં આવે છે. વાસ્તવમાં, આ નામ એટલું લાંબુ અને ઉચ્ચારવામાં એટલું મુશ્કેલ છે કે લોકો વધુ અંગ્રેજી નામોનો ઉપયોગ કરે છે. હવે જો થોડી સરળ ભાષામાં કહીએ તો રેલવે સ્ટેશનને ટ્રેન સ્ટેશન પણ કહેવામાં આવે છે.

રેલવે સ્ટેશન પર આવી ઘણી ઘટનાઓ બને છે. જેના વિશે આપણે માત્ર અંગ્રેજી શબ્દ જ વાપરીએ છીએ. હવે આ હિન્દી  શબ્દો સાંભળીને અને જાણીને સૌ કોઈને આશ્ચર્ય થાય તો તે નવાઈની વાત નહી હોય કારણ કે આ હિન્દી શબ્દ બોલતા ભાગ્યે જ આપણે કોઈને જોયા છે.પણ એક વાત હવે ચોક્કસ કે તમને કોઈ પૂછે કે રેલ્વે સ્ટેશનને હિન્દીમાં શું કહેવાય તો સરળતાથઈ તમે તેને જવાબ આપીને તે જવાબને એક્સ્પ્લેન પણ કરી શકશો એ પાક્કું.