ભારતમાં ડ્રેગન ફ્રૂટની લોકપ્રિયતા ખૂબ ઝડપથી વધી છે. તેને કેક્ટસ ફ્રૂટ, ડ્રેગન પર્લ ફ્રૂટ અને પિટાયા પણ કહેવાય છે. પણ તમને તે વાત જાણીને નવાઈ લાગશે કે આ ફ્રુટને ખાવાની પણ એક રીત છે.
તો વાત એવી છે કે પહેલાં ડ્રેગન ફ્રૂટને કટિંગ બોર્ડ કે કાપવાની જગ્યાએ મુકો. હવે તેને ઊભું કાપવા માટે તીક્ષ્ણ છરીનો ઉપયોગ કરો. ઉપરથી કાપવાનું શરૂ કરો અથવા ફળને અડધેથી ઊભું કાપો, હવે તમારી આંગળીઓનો ઉપયોગ કરીને છાલને દૂર કરો.તમે ચમચીની મદદથી અડધા ભાગમાંથી સીધો જ પલ્પ ખાઈ શકો છો, અથવા તેના ટુકડા કરી શકો છો.
ડ્રેગન ફ્રૂટ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકે છે. તેમાં વિટામિન સી અને અન્ય એન્ટિઓક્સિડન્ટ્સ વધારે હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિ માટે સારા છે. તેમાં આયરનનું પ્રમાણ પણ ઊંચું હોય છે.
સામાન્ય રીતે ફળોના સેવન માટે સવારનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે પાચન તંત્ર ફળોની શુગરને ઝડપથી ઓગાળી નાંખે છે અને તેને તમામ પોષક તત્વો આપે છે. ડ્રેગન ફ્રૂટને મિડ મિલ તરીકે અથવા રાત્રે પણ લઈ શકાય છે. રાત્રે લેવામાં આવે તો વધુ સારી ઊંઘમાં મદદ કરે છે.