Site icon Revoi.in

શું તમે જાણો છો શા માટે લોકો જુઠ્ઠુ બોલો છે ? તેની પાછળ જવાબદાર છે આ વૈજ્ઞાનિક કારણો

Social Share

સામાન્ય રી તેઘણા લોકો વાતેવાતમાં જૂઠ્ઠુ બોલતા હોય છે. જૂઠું બોલવું એ વ્યક્તિત્વના સૌથી સામાન્ય લક્ષણોમાંનું એક છે. ઘણા લોકો માટે તે જીવનનો એક ભાગ છે. ક્યારેક આપણે પણ આપણા જીવનમાં જૂઠનો આશરો લીધો હશે ભલે વડીલો પોતાના બાળકોને સમજાવતા હોય કે જૂઠું બોલવું પાપ છે, પરંતુ આ જૂઠ આજના સમયમાં સૌથી મોટું હથિયાર બની ગયું છે.

પણ પરંતુ શું તમે જાણો છો કે જૂઠ કેમ બોલવામાં આવે છે અને તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે? કેલિફોર્નિયા યુનિવર્સિટીના સામાજિક મનોવિજ્ઞાની પ્રોફેસર બેલા ડી પાઉલોએ તેમના સંશોધનમાં સ્પષ્ટ કર્યું છે કે વ્યક્તિ કેટલું અને શા માટે બોલે છે.

147 યુવાનો સાથે કરવામાં આવેલા સંશોધનમાં ડૉ. પાઉલો અને તેમની ટીમે જણાવ્યું છે કે સરેરાશ એક વ્યક્તિ દિવસમાં 1 થી 2 વખત જૂઠું બોલે છે. પરંતુ આમાંના મોટાભાગના જૂઠાણાં કોઈને નુકસાન પહોંચાડવાના નથી. બલ્કે, તેમનો હેતુ પોતાની ખામીઓ છુપાવવાનો કે બીજાની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી.

કેટલાક લોકો એવા પણ છે કે જેમણે મોટા જૂઠાણાંનો પણ આશરો લીધો છે જેમ કે બહારના સંબંધો વિશે છુપાવવું કે ખોટું બોલવું વગેરે માટે,જ્યારે ‘નેશનલ જિયોગ્રાફિક’ની ટીમ જૂઠાણાના વિજ્ઞાન પાછળનું રહસ્ય ખોલવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે સામે આવ્યું કે માણસો ઘણા લાંબા સમયથી જૂઠનો આશરો લઈ રહ્યા છે. તે હવે તેના ડીએનએનો ભાગ બની ગયો છે. સંશોધન સૂચવે છે કે ભાષાની ઉત્પત્તિ પછી જૂઠું બોલવું એ આપણા વર્તનનો એક ભાગ બની ગયું છે.