Site icon Revoi.in

શું તમને ખબર છે? ટેલિગ્રામથી કોઈપણ ફોટાનું બેકગ્રાઉન્ડ બદલી શકાય છે,જાણો તે રીત

Social Share

આજના સમયમાં ટેલિગ્રામ લોકોની પસંદ બની રહ્યું છે, તેનો ઉપયોગ કરનારા વ્યક્તિઓની પણ સંખ્યા વધી રહી છે. જે પણ લોકો ટેલિગ્રામનો ઉપયોગ કરતા હશે તેમને કદાચ આ વાત વિશે ખબર હશે નહીં કે ટેલિગ્રામથી કોઈ પણ ફોટાનું બેકગ્રાઉન્ડ પણ બદલી શકાય છે.

કોઈપણ ફોટાનું બેકગ્રાઉન્ડ દુર કરવા માટે સૌથી પહેલા તો સૌથી પહેલા તમારા ફોનમાં ટેલિગ્રામ ઓપન કરો. હવે સર્ચ બારમાં ‘AI background remover’ ટાઈપ કરીને સર્ચ કરો. હવે સર્ચ બારમાં ‘AI background remover’ ટાઈપ કરીને સર્ચ કરો. હવે તે ફોટો ચેટમાં મોકલો, જેનું બેકગ્રાઉન્ડ તમે દૂર કરવા માંગો છો. થોડા સમય પછી, ચેટબોટ તમારા ફોટામાંથી બેકગ્રાઉન્ડ હટાવીને તમને મોકલશે.

આ ઉપરાંત ટેલેગ્રામમાં ટ્રાન્સલેશન ફીચર પણ આવે છે, જેના દ્વારા ડિફોલ્ટ ભાષામાંથી મેસેજ સરળતાથી ટ્રાન્સલેટ કરી શકાય છે. આ ફીચર એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર્સ માટે ઉપલબ્ધ છે. જો કે, આ ફીચર્સ ડિફોલ્ટ રૂપે એક્ટિવેટ નથી હોતા અને તેને મેન્યુઅલી એક્ટિવેટ કરવાના હોય છે. તેને ઈનેબલ કરવા માટે, તમારે સેટિંગ્સમાં જવું પડશે. ત્યાં તમને ભાષા વિકલ્પ મળશે

ઉલ્લેખનીય છે કે ટેલિગ્રામ એક લોકપ્રિય મેસેજીંગ એપ છે. જેનાથી યુઝર્સ સરળતાથી 4 GB સુધીનો ફોટો અને વીડિયો મોકલી અથવા રિસીવ કરી શકે છે. એપ્લીકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ (API) જે ટેલિગ્રામ એપ ડેવલપર્સને પ્રદાન કરે છે તે તેમને એપની ઈન્ટરફેસ સુવિધાઓને સતત અપડેટ કરવાની મંજૂરી આપે છે. તેમાં Bot API પણ સામેલ છે. વપરાશકર્તાઓ મફતમાં API નો ઉપયોગ કરી શકે છે.