Site icon Revoi.in

રામ મંદિરના આંદોલનથી લઈને નિર્માણ સુધી 500 વર્ષના ઈતિહાસ પર બનશે ડોક્યુમેન્ટ્રી ફિલ્મ,PM મોદી પણ જોવા મળશે

Social Share

દિલ્હી:રામ મંદિર માટે સંઘર્ષ અને બલિદાન હવે સ્ક્રીન પર બતાવવામાં આવશે.જી હા, રામમંદિર આંદોલનના સંઘર્ષને એક ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા પડદા પર બતાવવાની તૈયારી ચાલી રહી છે. આ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં 1528થી લઈને રામ મંદિરના નિર્માણ સુધીના દરેક એપિસોડને રજૂ કરવામાં આવશે.ફિલ્મનો ઉદ્દેશ્ય રામ મંદિર આંદોલનના છેલ્લા 500 વર્ષના સંઘર્ષને આગામી પેઢી સુધી લઈ જવાનો છે.

આ ડોક્યુમેન્ટ્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંદિરની ભૂમિ પૂજનનું દ્રશ્ય પણ બતાવવામાં આવશે. ફિલ્મની દરેક વિગતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ આ અંગે એક દસ્તાવેજી ફિલ્મ બનાવવામાં આવી રહી છે.

પ્રસાર ભારતીએ પણ આ ડોક્યુમેન્ટ્રી પર કામ શરૂ કરી દીધું છે.રામ મંદિર સંઘર્ષ અને આંદોલનથી લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મંદિર નિર્માણ સુધીના દરેક એપિસોડને આ ડોક્યુમેન્ટ્રીમાં દર્શાવવામાં આવશે.આ રીતે રામ મંદિર માટે સંઘર્ષ અને બલિદાનની ગાથા ભાવિ પેઢી સુધી પહોંચાડવાની તૈયારી છે.એક રીતે જોઈએ તો આ ડોક્યુમેન્ટરી ફિલ્મ રામ મંદિર અને તેના નિર્માણ માટેના સંઘર્ષની સમગ્ર વાર્તા પર આધારિત હશે. જેમાં 1528થી લઈને રામ મંદિર નિર્માણ સુધીની આખી વાર્તા  જણાવવામાં આવશે અને સમજાવવામાં આવશે.

ફિલ્મમાં, રામ મંદિર માટે બલિદાન આપનારાઓની ગાથા સાથે, તમને આ બધું પણ જોવા મળશે જ્યારે સંઘર્ષ અને આંદોલનો થયા હતા.ડોક્યુમેન્ટરી ફિલ્મમાં મંદિર નિર્માણ સાથે જોડાયેલા દરેક પાસાઓ જોવા મળશે. આ માટે રામ મંદિર ટ્રસ્ટ બાંધકામના દરેક તબક્કાની વીડિયોગ્રાફી કરી રહ્યું છે.