Site icon Revoi.in

અમદાવાદ એરપોર્ટ સંકુલમાં શ્વાનનો ત્રાસ, જવાબદારી મામલે AMC અને એરપોર્ટ ઓથોરિટીનો એક-બીજાને ખો

Social Share

અમદાવાદઃ શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે, શ્વાનની સમસ્યાના નિરારકણ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ એરપોર્ટ સંકુલમાં પણ શ્વાનનો ત્રાસ વધ્યો છે. આ સમસ્યાના નિરાકરણને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એરપોર્ટ ઓથોરીટી એક-બીજાને ખો આપી રહ્યાં છે.

અમદાવાદના એરપોર્ટ પર કૂતરાનો ત્રાસ સતત વધી રહયો છે અને અનેક વખત આ કૂતરાઓને કઢાયા છતા તેઓ ફરી આવી જાય છે. હવે એરપોર્ટ ઓથોરીટીએ આ અંગે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને જાણ કરી અને એક મીટીંગમાં કૂતરાઓનો પ્રશ્ન ઉભો થયો તો મ્યુનિ. અધિકારીઓએ નિયમ બતાવતા કહ્યું કે તેઓ (એરપોર્ટ ઓથોરીટી) કૂતરાઓને ત્યાંથી પકડીને દૂર મુકી આવવા અમને કહે છે પરંતુ આ તેની સમસ્યા છે. કોર્પોરેશનની હદમાં કૂતરાઓ માટે તેમને નશબંધી કરી તેના પર કલર સ્પ્રે છાંટી ફરી જે વિસ્તારમાંથી પકડેલા હોય ત્યાં ફરી મૂકી આવવાનો નિયમ છે.

હવે એરપોર્ટ ઓથોરીટી જો કહે તો અમે એ વિસ્તારના કૂતરાઓને નશબંધી કરવા તૈયાર છીએ પણ દૂર મુકવા જવાનો નિયમ નથી. હવે આ વિવાદ હવે દિલ્હી પણ જઇ શકે છે.