Site icon Revoi.in

આવો સ્ટંટ ના કરો,લોકોની વાહ વાહ લેવા માટે પોતાના જીવને જોખમમાં ના મુકો

Social Share

કેટલાક લોકો અન્ય લોકોની વાહ વાહ લેવા માટે પોતાના જીવને જોખમમાં મુકતા હોય છે. ક્યારેક આ લોકો ભાન ભૂલી જતા હોય છે અને મુસીબતને આમંત્રણ આપી બેસતા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેમાં જોવા મળે છે કે એક છોકરા દ્વારા એવો સ્ટંટ કરવામાં આવ્યો જે બાદ તેની હાલત ખરાબ થઈ ગઈ.

થોડીક સેકન્ડનો આ વિડીયો હ્રદયસ્પર્શી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક લોખંડના બોર્ડની મદદથી બેક ફ્લિપ (Back Flip) મારવાનો પ્રયાસ કરે છે. પરંતુ યુવકને ખ્યાલ નથી કે આગામી ક્ષણે તેની સાથે શું થવાનું છે. જલદી જ યુવક બોર્ડ પર ચઢી જાય છે પરંતુ સંતુલન ખોરવાતા, તે જમીન પર નીચે પડી જાય છે.આ ચોંકાવનારો કિસ્સો ખતરનાક સ્ટંટ કરતા યુવાનો માટે ચેતવણીરૂપ છે.

https://www.instagram.com/p/CW2kjlnommw/?utm_source=ig_embed&ig_rid=3e44e98e-f73f-4356-8279-3f8972747b9b

આ વીડિયો parkour_extreme_youtube નામના ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, હું ચોક્કસ કહી શકું છું કે યુવાનની ગરદન તૂટી ગઈ હશે.

Exit mobile version