Site icon Revoi.in

ધનતેરસના દિવસે આ વસ્તુ ખરીદવાનું ન ભૂલતા,માતા લક્ષ્મીની થશે કૃપા

Social Share

માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદવામાં આવેલી કેટલીક વસ્તુઓ માતા લક્ષ્મીને અતિપ્રિય છે અને તે શુભ ફળ પ્રદાન કરે છે. આ વખતે ધન તેરસનો પર્વ 22 ઓક્ટોબર, શનિવારે ઉજવવામં આવશે. ધનતેરસ પર કોઇપણ વસ્તુ ખરીદી શકાય છે. પરંતુ આ દિવસે એક ખાસ વસ્તુ જરૂર ખરીદવી જોઇએ.

જો વાત કરવામાં આવે ધનતેરસ પર બીજી વસ્તુઓની સાથે સાથે મીઠું પણ જરૂર ખરીદવું જોઇએ. મીઠું ખરીદવુ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને મા લક્ષ્મીના આશિર્વાદથી ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ રહે છે.

જો તમારા ઘરમાં નેગેટિવિટી વધુ હોય તો ધનતેરસ પર પાણીમાં થોડુ મીઠુ ભેળવીને આખા ઘરમાં પોતુ કરો. તેનાથી ઘરની પોઝિટિવિટી વધશે અને શુભ ફળ પણ પ્રાપ્ત થશે.

ઘરનો વાસ્તુ દોષ દૂર કરવા માટે બાથરૂમમાં કાચના ગ્લાસમાં મીઠુ ભરીને મુકી દો. આમ કરવાથી તમારા ઘરનો વાસ્તુ દોષ દૂર થઇ જશે.
બિઝનેસમાં પ્રગતિ માટે દુકાન અથવા ઓફિસમાં એક મીઠાનું પડીકું ઇશાન ખૂણામાં એ રીતે મુકો કે કોઇને દેખાય નહીં. તેનાથી તમારો બિઝનેસ ધમધોકાર ચાલવા લાગશે.

કોઇ બાળકને નજર લાગી ગઇ હોય તો એક ચપટી મીઠુ લઇને ત્રણ વખત તેની ઉપરથી ઉતારો અને તે મીઠાને બહાર ફેંકી દો. માન્યતા છે કે આ ઉપાય કરવાથી તમામ નજર દોષ દૂર થઇ જાય છે.

ગ્રંથો અનુસાર ધનતેરસ પર ભગવાન ધન્વંતરિ સમુદ્ર મંથન દરમિયાન કળશ લઇને પ્રગટ થયા હતા. ત્યારથી જ આ તિથિ પર ધનતેરસનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે વાસણ, જ્વેલરી તથા અન્ય વસ્તુઓ ખરીદવાનું વિશેષ મહત્વ છે.