Site icon Revoi.in

પ્રથમ વરસાદમાં ભિંજાવવાની ભૂલ ના કરતા, થઈ શકો છો ગંભીર રીતે બીમાર

Social Share

તે વાતમાં કોઈ શંકા નથી કે ગરમીના કારણે સૌ કોઈ અત્યારે હેરાન પરેશાન છે. લોકોને ઠંડક મળે તે માટે અનેક પ્રકારના પ્રયાસ કરતા હોય છે અને જો વાત આવે પાણીની તો મોટાભાગના લોકો હવે પહેલા વરસાદની રાહ જોઈને બેઠા છે. મોટાભાગના લોકો વિચારતા હશે કે પહેલો વરસાદ આવે અને તે પાણીમાં ભિંજાવાની મજા લઈએ, પણ તે લોકોએ ચેતી જવું જોઈએ.

વાત એવી છે કે જ્યારે સિઝનનો પહેલો વરસાદ આવે ત્યારે વરસાદમાં આકાશમાંથી પાણીની સાથે સાથે જે ધૂળ, કચરો વાતાવરણમાં ફેલાયેલો છે તે નીચે આવે છે. આ વરસાદી પાણીમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે હોય છે. મોટા ભાગે લોકો આ બાબતથી અજાણ હોય છે. આ પ્રદૂષિત પાણીને કારણે તમારી ત્વચા પર રેશિઝ થઈ શકે છે તો ખિલ અને ફોડકીની સમસ્યા પણ થઈ શકે છે.

આ ઉપરાંત વરસાદ આવતા પહેલા મોટા ભાગે તાપમાન 44- 47 ડિગ્રી રહેતું હોય છે જ્યારે વરસાદ આવે ત્યારે તે પ્રિ -મોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે આવે છે. વરસાદ આવે ત્યારે સ્વાભાવિક રીતે જ તાપમાન ઘટે છે. એવા સમયે બહારના તથા શરીરના તાપમાનની સમતુલા જળવાતી નથી. આથી અચાનક આવેલા વરસાદમાં પલળવાને કારણે ઇમ્યૂન સિસ્ટમ પર અસર થાય છે.

ઉલ્લેખનીય છે કે લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે અને તેની કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી.

Exit mobile version