Site icon Revoi.in

શું તમારી પાસે ઈલેક્ટ્રિક કાર વિશે જાણકારી નથી? તો હવે આજે જ જાણી લો

Social Share

દેશમાં ઈલેક્ટ્રિક ગાડીઓનું ચલણ વધી રહ્યું છે, લોકો ધીમે ધીમે ઈલેક્ટ્રિક વાહન (ઈવી) તરફ વળી રહ્યા છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે કે જેમને ઈવી લેવી તો છે પણ તેના વિશે કેટલીક જાણકારી નથી અને તેના કારણે તેઓ થોડા વિચારોમાં પણ રહે છે, તો આજે જાણી લો કે ઈવી એ શું છે અને તે કેવી રીતે અન્ય ગાડીઓ કરતા મોંઘી અથવા સસ્તી પડી શકે છે.

જો વાત કરવામાં આવે ઈવી વિશે તો આ કારને તમે જ્યારે પણ લઈને નીકળો ત્યારે જાણવાનું હોય છે કે કારમાં ચાર્જિંગ કેટલું છે, અને તે પણ જોવું કે કઈ કાર એકવાર ચાર્જ કર્યા પછી કેટલા કિલોમીટર ચાલે છે. કેટલીક કારની રેન્જ સારી હોય છે તો કેટલીક કારની રેન્જ ઓછી હોય છે જેના કારણે તેને વારંવાર ચાર્જ પણ કરવી પડતી હોય છે.

જો એક ઈલેક્ટ્રિક કારની ઉદાહરણ તરીકે વાત કરવામાં આવે તો એક નવી ઈવી લોન્ચ થવા જઈ રહી છે અને તેના ફિચર કઈક એવા છે કે PMV EaS-E ગોળાકાર હેડલેમ્પ્સ સાથે એકદમ ફંકી લાગે છે, એક એલઇડી લાઇટ બાર જે વાહનની સમગ્ર પહોળાઈમાં વિસ્તરે છે.

ઇલેક્ટ્રિક કારને સ્લિમ LED લેમ્પ મળે છે અને ટેલગેટ પર આડી રીતે લાઇટ બાર મૂકવામાં આવે છે. EAS-eને ચાર દરવાજાના વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવે તેવી અપેક્ષા છે. કંપનીએ વાહનના પ્રોડક્શન-સ્પેક વેરિઅન્ટને હજુ જાહેર કર્યું નથી, તેથી કેટલીક વસ્તુઓ બદલાઈ શકે છે.PMV ઇલેક્ટ્રિક કહે છે કે તેઓ EAS-eની કિંમત ₹4 લાખથી ₹5 લાખની રેન્જમાં રાખવાનું લક્ષ્‍ય રાખે છે. ઇલેક્ટ્રિક વાહનોના પ્રોટોટાઇપ પહેલેથી જ તૈયાર છે અને ઉત્પાદકો તેને ઉત્પાદનમાં લાવવા પર કામ કરી રહ્યા છે.

Exit mobile version