Site icon Revoi.in

ઈયરફોનનો વધારે પડતો ન કરવો ઉપયોગ, વધારે વપરાશથી થઈ શકે છે આ બીમારીઓ

Social Share

જે રીતે શહેરોમાં જીવન સ્પીડમાં થઈ રહ્યુ છે તેમ તેમ લોકો પાસે સમય ઓછો થતો જાય છે અને કામ વધારે થતું જાય છે. આ કારણે લોકો કેટલાક કામને ટાળે છે અથવા તેનો ઓપ્શન શોધે છે. તો આવામાં લોકો દ્વારા ફોન હાથમાં પકડવા માટે ટાળવા માટે ઈયરફોન કે બ્લ્યુટૂથનો ઉપયોગ કરવામાં આવે છે. આના કેટલાક ફાયદા છે તો કેટલાક નુક્સાન પણ છે.

જો વાત કરવામાં આવે નુક્સાનની તો લાંબા સમય સુધી ઈયરફોનને કાનમાં લગાવી રાખવાથી બહેરાશ આવી જવાની સંભાવનાઓ વધી જાય છે. એક અધ્યયન મુજબ, જો કોઈ વ્યક્તિ બે કલાકથી વધુ સમય માટે 90 ડેસિબલથી વધુના અવાજમાં ગીતો સાંભળે છે, તો તે બહેરાશનો શિકાર બનવા ઉપરાંત ઘણી મોટી બીમારીઓનો શિકાર બની શકે છે.

ઇયરફોનમાંથી નીકળતી ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોને લીધે વ્યક્તિના મગજ પર ખરાબ અસર પડે છે. જેના કારણે તેને માથાનો દુખાવો થવા લાગે છે અથવા સૂવામાં તકલીફ થાય છે. મોટા અવાજમાં ગીતો સાંભળવાથી કાન જ નહીં, પણ વ્યક્તિના હૃદયને પણ નુકસાન થાય છે. મોટે અવાજમાં ગીતો સાંભળવાથી હૃદયના ધબકારા ઝડપી બને છે અને તે સામાન્ય ગતિ કરતા વધુ ઝડપથી ધબકવાનું શરૂ કરે છે. જેના કારણે હૃદયને નુકસાન થઈ શકે છે.