Site icon Revoi.in

તહેવારોમાં ભીડ હોય તેવી જગ્યાએ નથી ફરવું? તો આ જગ્યાઓ વિશે જાણી લો

Social Share

જે લોકો ફરવા જતા હોય છે તેમાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જે લોકોને એકલતા વાળા સ્થળો પર ફરવાનું પસંદ હોય છે. જે લોકો વિચારે છે કે તેમને એકલા જ ફરવું છે તો એ લોકો આ સ્થળોએ ફરવા જઈ શકે છે.

જો તમે મહારાષ્ટ્રમાં છો, તો એવા ઘણા પ્રખ્યાત હિલ સ્ટેશન છે જ્યાં તમે વીકએન્ડમાં ફરવા જઈ શકો છો. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ હિલ સ્ટેશનોની મુલાકાત લેવા આવે છે. આવો જાણીએ મહારાષ્ટ્રના કયા હિલ સ્ટેશન પર તમે ફરવા જઈ શકો છો

માથેરાન હિલ સ્ટેશન મહારાષ્ટ્રમાં સ્થિત એક ખૂબ જ સુંદર સ્થળ છે. ચારે તરફ ધોધ અને હરિયાળીથી ઘેરાયેલા આ સુંદર નજારા તમારા મનને મોહી લેશે. તમે અહીં ટ્રેકિંગની પણ મજા માણી શકો છો. આ સિવાય તમે અહીં ટોય ટ્રેનની મુલાકાત લઈ શકશો.

લોનાવાલા એક ખૂબ જ પ્રખ્યાત હિલ સ્ટેશન છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે. તમે અહીં ગુફાઓ, મંદિરો અને વિસાપુર કિલ્લાની મુલાકાત લેવા જઈ શકો છો. આ સિવાય જો તમે એડવેન્ચર એક્ટિવિટીના શોખીન છો તો તમે અહીં ટ્રેકિંગની મજા પણ માણી શકો છો.

પંચગની એક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. જો તમને એડવેન્ચર એક્ટિવિટી કરવી ગમે તો તમે અહીં પેરાગ્લાઈડિંગ કરી શકો છો. આ સિવાય તમે અહીં પંચગની વેક્સ મ્યુઝિયમની પણ મુલાકાત લઈ શકો છો. તમે અહીં તમારા પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકશો.