Site icon Revoi.in

બાંગલાદેશની જનતા પર મોંધવારીનો બેવડો મારઃ પેટ્રોલ -ડીઝલના ભાવમાં અચાનક 51.7 ટકાનો થયો વધારો

Social Share

6 ઓગસ્ટ, ઢાકાઃ- બાંગલાદેશની જનતા પર મોંધવારીનો બેવડો માર પડ્યો છે, રાતોરાત સરકારે અહી પેટ્રોલ ડિઝલના ભાવમાં ભારે વધારો કરી દીધો છે જે બાદ પેટ્રોલની કિમંતો આસમાને પોંહચી છે

પ્રાપ્ત માહિતી પ્રમાણે સરકારે ગઈકાલે રાત્રે ઈંધણના ભાવમાં 51.7 ટકા સુધીનો વધારો કર્યો હતો, જે દેશના ઈતિહાસમાં સૌથી વધુ નોંધવામાં આવ્યો છે, દેશમાં જીવન જરુરીયાતની વધતી જતી કિંમતનો સામનો કરવા માટે પહેલેથી જ સંઘર્ષ કરી રહેલા સામાન્ય લોકો પર વધુ મુશ્કેલી આવી પડી છે.

બાંગલાદેશમાં લાગુ કરાયેલા આ નવા દરો આજે રાત્રે 12:00 વાગ્યાથી અમલી બનવા જઈ રહ્યા છે. કિંમતના અનુસાર એક લીટર ઑક્ટેનની કિંમત હવે 135 ટકા થઈ ગઈ છે, જે 89 ટકાની છેલ્લા દરથી 51.7 ટકા વધુ છે. બંગલાદેશમાં હવે એક લીટર પેટ્રોલની કિંમત 130 ટકા છે, વિતેલી રાતે તેની કિમંતોમાં 44 ટકા અથવા ફરી 51.1 ટકાની વૃદ્ધિ થઈ ચૂકી છે.

ઉર્જા અને ખનિજ સંસાધન મંત્રાલયે ઈંધણના ભાવમાં વધારાને લઈને એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણની કિંમતમાં વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલલેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણની કિંમતમાં વધારાને કારણે ભારત સહિત ઘણા દેશો આ નિર્ણય લેવાઈ ચૂક્યો છે.