સુરતઃ શહેરના મ્યુનિ.કમિશનર દ્વારા આજે વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોપર્ટી ટેક્સમાં ધરખમ વધારો સુચવવામાં આવ્યો છે. તેમજ સૌથી વધુ ખર્ચ કેપિટલ પ્રોજેક્ટ ઉપર કરવામાં આવશે. જુના અને નવા સમાવેશ થયેલા વિસ્તારો માટેની કામગીરી ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. ડ્રાફ્ટ બજેટમાં શહેરીજનો પર 307 કરોડનો વેરાનો વધારો સુચવવામાં આવ્યો છે.
સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રજૂ થયેલા ડ્રાફ્ટ બજેટમાં રહેણાંક અને બિન રહેણાંક મિલકતો ઉપર વેરો વધારવામાં આવ્યો છે. કુલ મળીને ડ્રાફ્ટ બજેટમાં 307 કરોડ જેટલો વેરો ઝીંકવામાં આવશે. રહેણાંક મિલ્કતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર માત્ર રૂ. 4 નો વધારો કર્યો છે. બિન રહેણાંક મિલ્કતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર રૂ. 10નો વધારો કરાયો છે. સામાન્ય વેરામાં અંદાજીત વધારો રૂ 152.18 કરોડ, યુઝર ચાર્જીસમાં અંદાજીત વધારો રૂ. 148.66 કરોડ, 7 વોટર મીટર ચાર્જીસમાં વધારો રૂ. 6 કરોડ ઝીંકાયો છે. જ્યારે વર્ષ 2021 અંતર્ગત ઈલેકટ્રીક વાહનો માટે યાંત્રિક પરિવહન ચાર્જમાં 75 ટકા ની રાહત અપાઈ છે. મ્યુનિ.કમિશનરે જમાવ્યું હતું કે, શહેરના નવા વિસ્તારો માટે એક્શન પ્લાન બનાવશે. 824 કરોડની માતબર જોગવાઈ કરાઈ કરવામાં આવી છે. મેસેજ કરીને નવા વેસ્ટ કરેલા વિસ્તારની અંદર પાણી અને રોડ અને વીજળીની સુવિધા પાછળ ખર્ચ કરવામાં આવશે. સુરત શહેરના નવા સીમાંકનકાળ કરાયેલા વિસ્તારોમાં હજી સુધી કોઈ મોટા સુવિધાના કામ પૂર્ણ થયા નથી. પરંતુ વર્ષ 2023-24 માં કામને ઝડપથી આગળ વધારવા માટેની કામગીરી કરવામાં આવશે. સુરત મ્યુનિ. દ્વારા કેપિટલ પ્રોજેક્ટની પાછળ 3519 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો નિર્ણય કરાવ્યો છે. કેપિટલ ખર્ચ પાછળ સૌથી વધુ ખર્ચ કરવા પાછળ રહેતો લોકોને સુવિધાઓને ઝડપથી પૂરી પાડવા માટેનો છે. ઇન્ટેવેલ અને ફ્રેન્ચ વેલની ઝડપથી કરવામાં આવશે તેમજ શહેરમાં નવા ત્રણ બ્રિજ બનાવવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સુરત મ્યુનિ. કમિશનરે 307 કરોડના વેરા વધારા સાથેનું 7707 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતુ. જેમાં વિકાસના કામો માટે 3519 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જયારે રેવન્યું ખર્ચ 4188 કરોડ અને રેવન્યુ આવક 4540 કરોડ થાય તેવો અંદાજ મુકવામાં આવ્યો છે. સમાજના તમામ લોકોને અસર કરતું સર્વાગી બજેટ હોવાનું મ્યુ કમિશ્નર શાલિની અગ્રવાલનું માનવું છે. મ્યુનિના નવા વિસ્તારો માટે એક્શન પ્લાન બનાવશે. 824 કરોડ ની માતબર જોગવાઈ કરવામાં આવી છે. ડ્રાફટ બજેટમા નવા વિસ્તારોમાં પ્રાથમિક સહીતના કામો માટે 842 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવા વિસ્તારની કાયાપલટ કરવાનો નિર્ધાર વ્યક્ત કરાયો છે. હદ વિસ્તરણ બાદ સુરત શહેરમાં બે નગર પાલિકા અને ૨૭ ગામોનો સમાવેશ થયો હતો. શહેરની જેમ નવા વિસ્તારનું ડેવલપમેન્ટ કરવા માટે વર્ષ 2023-24ના ડ્રાફટ બજેટમાં પાણી, ડ્રેનેજ, રસ્તા, લાઈટ સહીતના પ્રાથમિક સુવિધાના કામો માટે રૂપિયા 842 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. લોકોને સારી સારવાર મળે તે માટે પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ કામગીરી કરવામાં આવે તે માટેની જોગવાઈ કરવામાં આવી છે. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ની જેમ સ્મીમેર હોસ્પિટલમાં નવું બિલ્ડીંગ બનાવી સારવારની સુવિધા ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત સ્મીમેર કોલેજ નું એક્સપાન્શન 210 કરોડના ખર્ચે કરવામાં આવશે. આ ઉપરાંત આ બજેટમાં લોકોને રાહત દરે વિવિધ યોજનામાં આવાસ મળે તે માટેની પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. નવા વર્ષે સુરત મ્યુનિ દ્વારા 7911 આવાસો બનાવશે તે માટે જોગવાઈ કરવામાં આવી છે.