Site icon Revoi.in

500 મીટરની રેન્જથી દશ્મનનું કામ થશે તમામ, ડીઆરડીઓએ લોન્ચ કરી સ્વદેશી અસોલ્ટ રાઈફલ ઉગ્રમ

Social Share

નવી દિલ્હી: ડીઆરડીઓએ સોમવારે 7.62 x 51 એમએમ કેલિબરની એક અત્યાધુનિક, સ્વદેશી અસોલ્ટ રાઈફલ ઉગ્ર લોન્ચની છે. પ્રાઈવેટ કંપનીની સાથે હાથ મિલાવી ડીઆરડીઓએ આ રાઈફલને ડિઝાઈન, વિકસિત અને નિર્મિત કરી છે.

આ રાઈફલને સશસ્ત્ર દળો, અર્ધલશ્કરી દળો અને રાજ્ય પોલીસ યુનિટ્સની સંચાલન આવશ્યકાઓ માટે ડિઝાઈન કરવામાં આવી છે. સોમવારે પુણેમાં ડીઆરડીઓને આર્મામેન્ટ અને કોમ્બેક્ટ એન્જિનિયરિંગ સિસ્ટમના મહાનિદેશક ડૉ. શૈલેન્દ્ર વી. ગાડેએ આ રાઈફલનું અનાવરણ કર્યું છે.

ઉગ્રમની ખાસિયત-

રાઈફલની રેન્જ 500 મીટર છે

રાઈફલમાં 20 રાઉન્ડ મેગેઝીન લોડ કરી શકાય છે.

આ સિંગલ અને ફુલ ઓટો બંને મોડમાં ફાયર કરી શકે છે

રાઈફલને ભારતીય સેનાના જનરલ સ્ટાફ ક્વાલિટેિવ રિક્વાયરમેન્ટસના આધારે ડિઝાઈન કરવામાં આવી છે

તેનું વજન ચાર કિલોગ્રામથી ઓછું છે

મહત્વપૂર્ણ છે કે આને ડીઆરડીઓની પુણે ખાતેની સુવિધા આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટે હૈદરાબાદ ખાતેના ડીવીપા આર્મર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના સહયોગથી નિર્મિત કરી છે.

ડિસેમ્બરમાં રક્ષા અધિગ્રહણ પરિષદે ભારતીય સશસ્ત્ર દળો માટે આ કેલિબરની 70 હજાર યુએસ નિર્મિત એસઆઈજી સોયર અસોલ્ટ રાઈફલની ખરીદી માટે મંજૂરી આપી દીધી હતી.

ઉગ્રમ અસોલ્ટ રાઈફલ બાબતે જાણકારી આપતા એઆરડીઈના નિદેશક અંકથી રાજૂએ કહ્યુ છે કે આ બે વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલો એક મિશન મોડ પ્રોજેક્ટ હતો. એઆરડીઈ દ્વારા રાઈફલ ડિઝાઈન કર્યા બાદ અમે વિકાસ અને મેન્યુફેક્ચરિંગ માટે એક ખાનગી ઉદ્યોગ ભાગીદારની તલાશ શરૂ કરી. તેની સાથે જ અમે અમારી જાણકારી દ્વારા તેના હાર્ડવેયર પર કામ શરૂ કર્યું. મહત્વપૂર્ણ છે કે રાઈફલને 100 દિવસની અંદર નિર્મિત કરવામાં આવી.

દ્વિપા આર્મર ઈન્ડિયાના નિદેશક જી. રામ ચૈતન્ય રેડ્ડીએ કહ્યુ છે કે ભારતમાં અસોલ્ટ રાઈફલોની ખૂબ અછત છે. રશિયા અને યુક્રેન યુદ્ધને કારણે એકે-203 પ્રોજેક્ટ શરૂ થયો નથી અને આ સમયે ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને પીએલઆર ઈઝરાયલને હથિયારોની આપૂર્તિ કરી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે આ યોજના પર ડીઆરડીઓના 60 કરોડ રૂપિયા ખર્ચાયા છે. તેની આયાત પર નિર્ભરતા પણ ઓછી થશે.