- આરડીઓ એ સુપરસાનિક મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું
- હવે યુદ્ધની ક્ષમતામાં થશે વધારો
દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓની મજબૂતી વધુ મજબૂત બનાવવાની દિશામાં કેન્દ્ર સરકાર દ્રારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે ડિઆરડીઓ એ વધુ એક સફળતા પાર પાડી છે.મળતી માહિતી પ્રમાણે મજબૂત બડિફેન્સ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન આજરોજ સોમવારે ઓડિશાના બાલાસોર કિનારે લાંબા અંતરની સુપરસોનિક મિસાઈલ આસિસ્ટેડ ટોર્પિડો નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.આ મામલે ડીઆરડીઓએ જણાવ્યું હતું કે સિસ્ટમને સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે જે પરંપરાગત ટોર્પિડોની શ્રેણીની બહાર છે.
આ એક નેક્સ્ટ જનરેશન મિસાઈલ આધારિત ટોર્પિડો ડિલિવરી સિસ્ટમ છે. ડીઆરડીઓએ કહ્યું કે પરીક્ષણ દરમિયાન મિસાઈલની તમામ ક્ષમતાઓનું સફળતાપૂર્વક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ અદ્યતન મિસાઈલ સિસ્ટમ માટે DRDOની અનેક પ્રયોગશાળાઓ દ્વારા વિવિધ તકનીકો વિકસાવવામાં આવી છે. નૌસેનાને તેની ભેટ જલ્દી મળી શકે છે.
આ એક પ્રકારની સુપરસોનિક એન્ટી શિપ મિસાઈલ છે. આ મિસાઈલ ઓછા વજનના ટોર્પિડો સાથે ફીટ કરવામાં આવે છે જેનો ઉપયોગ પેલોડ તરીકે થાય છે.આ બન્ને સાથે મળીને તેને સુપરસોનિક એન્ટી સબમરીન મિસાઈલ બનાવે છે, એટલે કે તેને મિસાઈલની વિશેષતાઓ અને સબમરીનને નષ્ટ કરવાની ક્ષમતા પણ મળશેઆ મિસાઈલ જ્યારે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે, ત્યારે તેની રેન્જ 650 કિમી હશે.
આટલી ઊંચી રેન્જ ધરાવતી સિસ્ટમની હાજરી ભારતીય નૌકાદળને વિશ્વની સૌથી ખતરનાક નૌકાદળની યાદીમાં ઉંચા સ્થાને પહોંચાડશે. નોંધનીય છે કે દેશમાં વરુણાસ્ત્ર નામનો સબમરીન વિરોધી ટોર્પિડો પહેલેથી જ છે જે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમની મદદથી તેના લક્ષ્યને નિશાન બનાવી શકે છે.