Site icon Revoi.in

મ્યાનમાંરથી ભારતમાં સોનાની દાણચોરીના રેકેડનો DRIએ કર્યો પર્દાફાશ, 23 કિલોથી વધુ સોનુ જપ્ત કરાયું

Social Share

નવી દિલ્હીઃ દેશમાં સોનાની કિંમતમાં થયેલા વધારા વચ્ચે દાણચોરીના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ડીઆરઆઈએ બાંગ્લાદેશ-મ્યાનમારની સરહદ પાસેથી રૂ. 11 કરોડથી વધુની કિંમતનું સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું. આ સોનુ બોરીઓમાં ભરીથી મુંબઈ મોકલવાની તૈયારીઓ કરવામાં આવી હતી. જો કે, ડીઆરઆઈએ દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કરીને સોનું જપ્ત કર્યું હતું. આ સોનુ મ્યાનમારમાંથી ભારતમાં ઘુસાડવામાં આવ્યું હતું.

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ ચોક્કસ માહિતીના આધારે ઉત્તર-પૂર્વ સરહદેથી દાણચોરી રેકેટનો પર્દાફાશ કરીને રૂ. 11.65 કરોડની કિંમતનું 23.23 કિલો સોનું જપ્ત કર્યું હતું. અગાઉ સપ્ટેમ્બર 2022માં પણ ડીઆરઆઈએ નોર્થ ઈસ્ટ કોરિડોરમાં 121 કિલો સોનું રિકવર કર્યું હતું. ડીઆરઆઈની ટીમને બાંગ્લાદેશ અને મ્યાનમારની સરહદો પરથી સોનાની દાણચોરીની માહિતી મળી હતી. માહિતીના આધારે ડીઆરઆઈની ટીમે લગભગ 23.23 કિલો વિદેશી સોનું જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 11.65 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ સોનું મ્યાનમારથી ભારતમાં લાવવામાં આવી રહ્યું હતું.

દાણચોરો ચતુરાઈથી સોનું મુંબઈ મોકલવાની તૈયારી કરી રહ્યા હતા. બોરીઓમાં સોનું ઘરેલું કુરિયર મારફતે આઈઝોલથી મુંબઈ લઈ જવામાં આવી રહ્યું હતું. જ્યારે અધિકારીઓએ તપાસ માટે બોરીઓ તપાસી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બોરીઓ સોનાથી ભરેલી હતી. બાંગ્લાદેશ અને મ્યાનમારની સરહદોથી ભારતમાં મોટા પ્રમાણમાં સોનાની દાણચોરી થઈ રહી છે.

(PHOTO-FILE)