Site icon Revoi.in

આ પાણી પીવાથી શરીરને થશે જબરદસ્ત ફાયદા,નાની-મોટી બીમારીની થઇ જશે છુટ્ટી

Social Share

ભારતીય રસોડામાં અનેક વસ્તુઓ અને મસાલાનો ઉપયોગ થાય છે. ધાણા પાવડર ભારતીય રસોડાનો એક એવો ભાગ છે, જેનો ઉપયોગ મોટાભાગની વસ્તુઓમાં થાય છે.ધાણા માત્ર ખાવાનો સ્વાદ જ નહીં પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.ઘણા આહાર શાસ્ત્રીઓ ધાણાનું પાણી પીવાની ભલામણ કરે છે.

ઘાણાનું પાણી બનાવવાની રીત

ઘાણાનું પાણી બનાવવા માટે 1 ચમચી ધાણાના દાણાને 1 કપ પીવાના પાણીમાં રાત્રે પલાળી રાખો.આ પાણીને સવારે ગાળી લો.તે પછી તમે આ પાણી પી શકો છો.

અનેક પોષક તત્વોથી છે ભરપૂર

ઘાણાના પાણીમાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે.આ પોષક તત્વો રોગોને દૂર રાખવામાં મદદ કરે છે.

ધાણાનું પાણી પીવાના ફાયદા

ધાણાનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.આ પાણીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરમાં ફ્રી રેડિકલ્સ ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે બીમાર થવાનું જોખમ ઓછું રહે છે.આ સાથે ઘાણા વિટામિન K, C અને A જેવા વિટામિન્સથી ભરપૂર છે.જેથી વાળને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.

આ ઉપરાંત ધાણામાં કેટલાક પાચન ગુણધર્મો છે. સવારે ધાણાનું પાણી પીવાથી પાચનક્રિયા સુધરે છે અને ચયાપચય ઝડપી બને છે.આ બંને ગુણધર્મો વજન ઘટાડવાની પ્રક્રિયામાં મદદ કરી શકે છે. આ પાણી શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે.તેને પીવાથી શરીરમાંથી ઝેર બહાર નીકળી જાય છે. આ કારણે ઇન્ફેક્શનનું જોખમ ઘટે છે.

ધાણામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે.તેમાં એન્ટી-ફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ હોય છે. સવારે ધાણાનું પાણી પીવાથી ત્વચા ચમકદાર અને કોમળ રહે છે.તેમજ ધાણામાં કેટલાક એવા તત્વો છે જે શરીરમાંથી કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે.અને ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ઘાણાનું પાણી ખુબ જ ઉપયોગી છે. ધાણાનું પાણી પીવાથી લોહીમાં ઇન્સ્યુલિનની માત્રા નિયંત્રિત રહે છે.