Site icon Revoi.in

દિલ્હીમાં 15 ફેબ્રુઆરી સુઘી ડ્રોન સહીત હવામાં ઉડતા યંત્રો અને બલૂન પર લાગ્યો પ્રતિબંધ

Social Share

દિલ્હીઃ- દેશમાં ગણતંત્રણની ઉજવણીના દિવસને હવે થોડા  દિવસો બાકી રહ્યા છે ત્યારે કેટલાક તત્વો દ્રારા રાજધાનીની શાંતિ ભંગ કરવાના ઈનપુત ગુપ્ત એજન્સીઓને મળી રહ્યા છે, જેને લઈને દિલ્હીમાં સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો છે, ત્યારે આવી સ્થિતિ દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ પ્રજાસત્તાક દિવસ પર આતંકવાદી હુમલાની ગુપ્તચર સૂચનાને ધ્યાનમાં રાખીને 20 જાન્યુઆરીથી દિલ્હીને એન્ટી ડ્રોન ઝોન તરીકે જાહેર કર્યું છે.

આ જાહેર કરેલા આદેશ મુજબ આ અંતર્ગત દિલ્હીમાં ડ્રોન, પેરા ગ્લાઈડર, યુએવી, નાના માઈક્રો એરક્રાફ્ટ, એર બલૂન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દિલ્હીમાં એન્ટી ડ્રોન સિસ્ટમ 15 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે. ડ્રોન હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સાવચેતીના ભાગરૂપે ઉડતી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે 20 જાન્યુઆરીથી લાગૂ એન્ટી ડ્રોન વિસ્તારની વ્યવસ્થા આગામી 15 ફેબ્રુઆરી સુધી લાગુ કરવામાં આવશે. રાજધાનીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પેરા-ગ્લાઈડર્સ, પેરા-મોટર્સ, હેંગ ગ્લાઈડર્સ, યુએવી, યુએએસ, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ, રિમોટલી ઓપરેટેડ એરક્રાફ્ટ, હોટ એર બલૂન, નાના કદના બેટરી ઓપરેટેડ એરક્રાફ્ટ, ક્વોડકોપ્ટર અને પેરા જમ્પિંગ આ દરમિયાન ઉડાન પર પ્રતિબંધ  રહેશે.

આ ઉપરાંત આ નિયમોનો ભંગ કરનાર સામે કડ કાર્યવાહી પણ કરવામાં આવશે, સુરક્ષા પગલાંને ધ્યાનમાં રાખીને, ભારતીય દંડ સંહિતા 188 હેઠળ લાદવામાં આવેલા નિયંત્રણોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી થશે. આતંકવાદીઓ, ગુનેગારો અથવા અસામાજિક તત્વો ડ્રોન વગેરેનો ઉપયોગ કરીને લોકોને અને મહત્વપૂર્ણ સંસ્થાઓને જોખમ ન પહોંચાડે તે ધ્યાનમાં રાખીને આ નિયંત્રણો લાદવામાં આવ્યા છે.