Site icon Revoi.in

ચીનમાં ફરી કોરોના વકર્યો, લોકડાઉન લાગુ – સ્થિતિને કાબૂ લેવા વિશ્વનું સૌથી મોટુ ઈલેક્ટ્રીક માર્કેટ બંધ 

Social Share

દિલ્હીઃ-  વિશ્વભરમાં હાલ પણ કોરોનાના કેસો નોંધાઈ રહ્યા ચે, આ સ્થિતિમાં કોરોનાની જ્યાંથી ઉત્તપતિ થઈ હતી તેવા ચીનમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ચીનમાં  સતત વધી રહેલા કેસોને પગલે, શેનઝેનના હુઆકિયાંગબેઇ સ્થિત વિશ્વના સૌથી મોટા ઇલેક્ટ્રોનિક્સ રિટેલ માર્કેટમાં 4 દિવસ માટે લોકડાઉન લાદવામાં આવ્યું છે.

આ સાથે જ દેશના ઘણા વિસ્તારોમાં  ઘણા નિયંત્રણો પણ લાદવામાં આવ્યા છે. શાળા-કોલેજો પણ બંધ રાખવામાં આવી છે. આ વિસ્તારોમાં ફરી એક વખત ટ્રેસીંગની કામગીરી  તેજ કરવામાં આવી છે. જે લોકો કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા તેમની તપાસ કરવામાં આવી રહી છે.

બીજી તરફ 4 દિવસ માટે ઈલેક્ટ્રોનિક બજાર બંધ રહેવાના કારણે વિશ્વભરમાં ઈલેક્ટ્રોનિક વસ્તુઓના સપ્લાયને અસર થઈ શકે છે. વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ સોર્સિંગ હબ, હુઆકિયાંગબેઇ જિલ્લાને સોમવારથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ હેઠળ ગુરુવાર સુધી બજારો બંધ રહેશે. 

સરકારે સુપરમાર્કેટ, રેસ્ટોરન્ટ અને મેડિકલ કંપનીઓ સિવાય અન્ય તમામ વ્યવસાયો અને સંસ્થાઓને બંધ રાખવા જણાવ્યું છે. રેસ્ટોરન્ટમાં માત્ર ઘરનું ભોજન લઈ જવાની સુવિધા પણ હશે. હાલ બેસીને જમવા પર પ્રતિબંધ છે.

આ સાથે જ  લુઓહુમાં ગુઇયુઆન, નન્હુ અને સુંગંગમાં પણ સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. ઘણા વિસ્તારોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને ઓનલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે માર્ચ પછી શેનઝેનમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. સોમવારે અહીં કોરોનાના 11 કેસ નોંધાયા હતા. આ પહેલા પણ સતત કેસ સામે આવી રહ્યા છે. આ પછી ચીનની સરકારે લોકડાઉન લાદી દીધું છે.