Site icon Revoi.in

દિલ્હીમાં ભારે વરસાદના કારણે નોઈડાની તમામ શાળાઓમાં રજાઓ જાહેર કરાઈ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને પુરની સ્થિતિ સર્જાય છે ત્યારે બીજી તરફ રાજધાની દિલ્હીમાં વિતેલી રાતથી જ મુશળઘાર વરસાદ થઈ રહ્યો છે વરસતા વરસાદના કહેરને જોતા નોઈડામાં તમામ શાળાઓમાં રજાઓ આપવામાં આવી છે.

પ્રાપ્ત વિગહત પ્રમાણે આજે સવારથી જ દિલ્હી-એનસીઆરમાં ગાઢ વાદળો છવાયેલા હતા, ત્યારબાદ ભારે વરસાદનો આરંભ થયો હતો. વરસાદની સાથે ચારેબાજુ અંધારાના કારણે દિલ્હી-એનસીઆરમાં સવારે લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી હતી.

આ સહીત વરસાદના કારણે દિલ્હી અને નોઈડાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સામે આવી છે. હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટે પહેલા જ એલર્ટમાં કહ્યું હતું કે છેલ્લા 48 કલાકથી પશ્ચિમ મધ્ય અને તેની નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે.જેને લઈને રાજધાનીમાં ભારે વરસાદની શક્યતાઓ છે.ામ હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ દિલ્હી ભારે વરસાદનો સામવો કરી રહ્યું છે.

આજે વહેલી સવારથી જ દિલ્હીમાં વિઝિબિલીટી પણ ઘટી હતી રસ્તાઓ પર ચાલતા વાહનોને આગળ વધવામાં મુશ્કેલીઓ આવી હતી અનેક માર્ગો જાણે બેટમાં ફેરવાયા હતા, આવી સ્થિતિમાં બાળકો જો ઘરથી બહાર નીકળે તો વધુ મુશ્કેલી સર્જાય શકે છે જેને જોતા શાળાઓમાં રજાઓ આપવામાં આવી છે,.