Site icon Revoi.in

ઉનાળાના પ્રવાસી ટ્રાફિકના ધસારાને લીધે અમદાવાદ પુરી વચ્ચે 10મી મેથી સ્પેશ્યલ ટ્રેન દોડશે

Social Share

અમદાવાદઃ શાળા-કોલેજોમાં ઉનાળું વેકેશનનો પ્રારંભ થતાં ટ્રેનોમાં પણ પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે પશ્વિમ રેલવે દ્વારા ખાસ ટ્રેનો દાડાવવામાં આવી રહી છે. જેમાં કાલથી એટલે કે 10મી મેથી અમદાવાદ-પુરી-પાલધી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે.

ઉનાળાની ઋતુમાં પ્રવાસીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ-પુરી-પાલધી વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં  ટ્રેન નંબર 09453/09454 અમદાવાદ-પુરી-પાલધી સ્પેશિયલ ટ્રેનની બે  ટ્રીપ દોડાવાશે. અમદાવાદ-પુરી સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી શુક્રવાર, 10 મે 2024ના રોજ 19.10 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 13.30 કલાકે પુરી પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09454 પુરી-પાલધી સ્પેશિયલ ટ્રેન પુરીથી રવિવારે 12 મે 2024ના રોજ 16.30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 00.45 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન બંને દિશાઓમાં જલગાંવ, ભુસાવલ, શેગાંવ, અકોલા, વર્ધા, નાગપુર, તુમસર રોડ, ગોંદિયા, દુર્ગ, રાયપુર, લખૌલી, મહાસમુંદ, ખરિયાર રોડ, કાંટાબંજી, ટિટિલાંગઢ, કેસિંગા, મુનિગુડા, રાયગડા, પાર્વતીપુરમ, બોબ્બિલિ, વિજયનગરમ, શ્રીકાકુલમ રોડ, પલાસા, બ્રહ્મપુર, છતરપુર, ખુર્દા રોડ અને સાક્ષીગોપાલ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 20 કોચ સ્લીપર ક્લાસના હશે.

પશ્વિમ રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે, ટ્રેન નંબર 09453 અમદાવાદ-પુરી સ્પેશિયલને વડોદરા, સુરત, ઉધના અને નંદુરબાર સ્ટેશન પર અતિરિક્ત સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ટ્રેન નંબર 09453 નું બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ છે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Exit mobile version