Site icon Revoi.in

કેરળમાં નિપાહ વાયરસને લઈને શાળાઓમાં રજાઓ જાહેર કરાઈ, 7 ગામો બન્યા કન્ટેઈનમેન્ટ ઝોન

Social Share

 

દિલ્હીઃ- કેરળમાં નિપાહ વાયરસ ફેલાયો છે  જેનું જોખમ વર્જેતાતા કેન્દ્રીય આરોગ્યને ટિમ પણ રાજ્યની મુલાકાતે પોહંચી છે આવી સ્થિતિમાં  ત્રણ જિલ્લામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને 7 ગ્રામ પંચાયતોને કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવામાં આવી છે.

આ સહીત વહીવટ તંત્ર દ્રારા  બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. કેરળ સરકારે બુધવારે શાળઆમાં રજાની જાહેરાત કરી છે. સત્તાવાળાઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં કેટલીક શાળાઓ અને ઓફિસોને બંધ કરવાનો આદેશ જારી કર્યો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV), પુણેની ટીમો કેરળ પહોંચશે અને કોઝિકોડ મેડિકલ કોલેજમાં સેમ્પલનું પરીક્ષણ કરવા માટે મોબાઇલ લેબની સ્થાપના કરશે. બીજી તરફ, કોઝિકોડ જિલ્લા કલેક્ટર એ ગીતાએ કહ્યું છે કે 7 ગ્રામ પંચાયતોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે. તેમાં અતનચેરી, મારુથોંકારા, તિરુવલ્લુર, કુટ્ટિયાડી, કાયક્કોડી, વિલયપલ્લી અને કવિલુમપારાનો સમાવેશ થાય છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર કેરળના સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 130 થી વધુ લોકોના નિપાહ વાયરસની તપાસ કરવામાં આવી છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણેની ટીમો કેરળ પહોંચવાની હતી અને નિપાહ અને સર્વે બેટના પરીક્ષણ માટે કોઝિકોડ મેડિકલ કોલેજમાં મોબાઈલ લેબની સ્થાપના કરવાની હતી.

રાજ્ય સરકારે વાયરસના ચેપના ફેલાવાને રોકવા માટે પ્રતિબંધો અને પગલાંની પણ જાહેરાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કોઝિકોડ જિલ્લામાં 9 વર્ષના બાળક સહિત 4 લોકોમાં નિપાહ વાયરસની પુષ્ટિ થઈ છે. આ પછી રાજ્યના આરોગ્ય મંત્રાલયે એલર્ટ જાહેર કર્યું હતું.આગળની સૂચના ન મળે ત્યાં સુધી કન્ટેઈનમેન્ટ ઝોનમાં કોઈપણની હિલચાલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ સહીત પોલીસને અસરગ્રસ્ત વિસ્તારોને કોર્ડન કરવા માટે કહેવામાં આવ્યું છે. જો કે, આવશ્યક ચીજવસ્તુઓ અને દવાઓનું વેચાણ કરતી દુકાનોને ખુલ્લી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત, આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો સવારે 7 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે, જ્યારે આરોગ્ય કેન્દ્રો અને ફાર્મસીઓ માટે કોઈ સમય મર્યાદા આપવામાં આવી નથી.