Site icon Revoi.in

દિલ્હીમાં વઘતા પ્રદુષણને લઈને આજથી ગ્રેપ 4 લાગૂ,જાણો શું પ્રતિબંધો લાગ્યા 

Social Share

દિલ્લી – દેશની રાજધાની  દિલ્લી માં સતત હવા પ્રદૂષિત બની રહી છે ત્યારે  હવે  વાતાવરણમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. દરમિયાન, સતત વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, GRAPનો ચોથો તબક્કો લાગુ કરવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં દેશની રાજધાની દિલ્હી ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ગેસ ચેમ્બરમાં ફેરવાઈ રહી છે. આ સમયે, હવાની ગુણવત્તાને માપતો એર ક્વોલિટી ઈન્ડેક્સ  ‘જોખમી’ શ્રેણીમાં રહે છે, જેના કારણે લોકોમાં બીમાર પડવાનું જોખમ રહેલું છે.  વિવિધ હવા ગુણવત્તા સૂચકાંકો હેઠળ અમલીકરણ માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એટલે કે GRAP તૈયાર કરવામાં આવ્યો છે.

વિતેલા દિવસને  રવિવારે, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ એ સમગ્ર NCRમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન ના ચોથા તબક્કાને તાત્કાલિક અસરથી લાગુ કરવાનો નિર્ણય લીધો. આ અંતર્ગત હવે નવા નિયંત્રણો અમલમાં આવ્યા છે.

 ઉલ્લેખનીય છે કે  પહેલા, બીજા અને ત્રીજા તબક્કાના નિયંત્રણો પહેલાની જેમ જ અમલમાં રહેશે. હવે દિલ્હી અને આસપાસના જિલ્લાઓમાં BS-6 સિવાયના ડીઝલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ રહેશે.

ગ્રેપ 4 માં આ પ્રતિબંધો લાગુ

દિલ્હી બહારથી આવતી તમામ ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. જો કે, આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતી સીએનજી અને ઇલેક્ટ્રિક ટ્રકોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. દિલ્હીમાં નોંધાયેલા મધ્યમ અને ભારે ડીઝલથી ચાલતા માલસામાનના વાહનો પર પ્રતિબંધ.

આ સાથે જ  આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતા વાહનોને છૂટ મળશે. NCT દિલ્હી અને NCRમાં ડીઝલથી ચાલતા ફોર વ્હીલર પર પ્રતિબંધ રહેશે. જો કે, ઇમરજન્સી વાહનોને છૂટ આપવામાં આવી છે. આ શ્રેણીમાં માત્ર BS-6 વાહનો જ ચાલી શકે છે.

આ સહિત એનસીઆરમાં ઉદ્યોગો પર પ્રતિબંધ. જ્યાં PNG ઈંધણની સુવિધા નથી અને સરકાર દ્વારા અધિકૃત યાદી બહારના ઈંધણનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યાં પ્રતિબંધ રહેશે. જો કે, દૂધ અને ડેરી ઉત્પાદનો અને તબીબી ઉપકરણો સંબંધિત ઉદ્યોગોને મુક્તિ આપવામાં આવશે.

એટલુ જહી  બાંધકામ અને તોડી પાડવાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ. આ સિવાય ફ્લાયઓવર, હાઈવે, બ્રિજ અને પાઈપલાઈન સહિત અન્ય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓને ઘરેથી કામ કરવાની પરવાનગી આપી શકે છે. NCR રાજ્ય સરકારો જાહેર, કોર્પોરેશન અને ખાનગી ઓફિસોમાં 50 ટકા ક્ષમતા સાથે ઘરેથી કામ કરવાની મંજૂરી આપી શકે છે. રાજ્ય સરકારો શાળા અને કોલેજો બંધ કરવાની સાથે બિન-ઇમરજન્સી વ્યવસાયિક પ્રવૃત્તિઓ બંધ કરી શકે છે.