Site icon Revoi.in

વાવાઝોડાને લીધે માધવપુર-પોરબંદર કોસ્ટલ હાઈવે પર દરિયાની રેતીના થર જામી ગયા

Social Share

અમદાવાદ: ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું સમી ગયા બાદ દરિયાકાંઠા વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કચ્છ, જખૌ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં વાવાઝોડાએ જનજીવન અસ્ત વ્યસ્ત કરી નાંખ્યું હતુ.  રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર એક્શન મોડમાં છે અને રાજ્યના નાગરિકોને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે ખડેપગે કામ કરી રહ્યા છે. પોરબંદર જિલ્લાના માધવપુર નેશનલ હાઈવે પર દરિયાની રેતીના જામી ગયા છે. રેતીને હાઈવે પરથી હટાવવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

બિપરજોય વાવાઝોડાથી સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં રોડ-રસ્તાઓ ધોવાઇ ગયા છે.  હાઇવે પર વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયેલા જાવા મળી રહ્યા છે. તેને હટાવવા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવીને કામ કરી રહ્યું છે. સતત નેશનલ હાઇવે પર જેસીબી મશીનની મદદથી પડી ગયેલા વૃક્ષો અને વીજપોલીને હટાવવાની કામગીરી ચાલી રહી છે. ભારે વરસાદને કારણે પડી ગયેલા વીજપોલ પી.જી.વી.સી.એલ. દ્વારા ઉભા કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન પોરબંદર જિલ્લાના માધવપુર નેશનલ હાઈવે પર દરિયાની રેતીના જામી ગયેલા થરની તસવીરો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ છે.

પોરબંદર જિલ્લાના માધવપુર નેશનલ હાઈવે પર દરિયાની રેતીના થર જામી ગયા છે. જેને દૂર કરી નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર પૂર્વવત કરવાની વહીવટી તંત્રની ઝડપી કામગીરી દેખાઇ રહી છે. પોરબંદર જિલ્લાના માધવપુર નેશનલ હાઈવે પર દરિયાની રેતીના થર જામી ગયા છે, જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યાં જ વહીવટી તંત્ર દ્વારા તાબડતોડ પહોંચીને આ રેતીના થર દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી કરીને ફરીથી વાહનવ્યવહાર યોગ્ય રીતે શરૂ થઇ શકે. આ સિવાય બિપરજોય નામની કુદરતી આફત વચ્ચે તંત્રના આગોતરા આયોજનનાં પણ વખાણ થઇ રહ્યા છે. જોકે વાવાઝોડું ગુજરાતમાં ગુરૂવારે રાત્રે ટકરાયુ હતું અને ત્યાર બાદ તેણે રાજ્યમાં તારાજી સર્જી છે પરંતુ રાહતના સમાચાર એ હતા કે, કોઇ જાનહાનિ થઇ નથી.