Site icon Revoi.in

દુર્ગાષ્ટમી પર્વ નારીશક્તિનું ઉદાહરણઃ શાંઘાઈ સહયોગ સંગઠનમાં સંબોધતાં સંરક્ષણ મંત્રી

Social Share

દિલ્હીઃ શાંઘાઈ સહયોગ સંગઠનમાં સશસ્ત્ર દળોમાં મહિલાઓની ભૂમિકાઓ અંગે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબિનારમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે દુર્ગાષ્ટમી પર્વની વાત કરતા જણાવ્યું  કે દુર્ગાષ્ટમી પર્વ નારીશક્તિનું ઉદાહરણ છે. આ પ્રસંગે તેમણે રાણી લક્ષ્મીબાઈની વીરતાની વાત કરી હતી.

કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને યાદ કરતા કહ્યું હતું કે યુદ્ધના સમયમાં એમને અદમ્ય સાહસ દાખવીને દેશને વિજય અપાવ્યો હતો. ભારત દેશમાં આર્મીના સુપ્રિમ કમાન્ડર તરીકે રાષ્ટ્રપતિ પ્રતિભાદેવીસિંહ પાટીલ રહ્યા છે.

રાજનાથસિંહે કહ્યું કે ભારતીય સેનામાં પણ સ્ત્રીઓનું નેતૃત્વ વધ્યું છે. દેશની સ્ત્રીઓનું એકસમાન યોગદાન રહ્યું છે.ભારતનો એ દેશોમાં સમાવેશ થાય છે કે જ્યાં સ્ત્રીઓને જનરલ આર્મીમાં સ્થાન આપવામાં આવ્યુ છે. આર્મીની નર્સિંગ સર્વિસમાં સ્ત્રીઓ ઘણા વર્ષોથી છે.

આ પ્રસંગે તેમણે નેશનલ ડિફેન્સ એકેડેમી વિશે જણાવ્યું હતું કે જ્યાં સ્ત્રીઓ માટે ખાસ તાલીમ વ્યવસ્થાનું આયોજન કરીને ભારતીય આર્મી માટે તૈયાર કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતે આર્મી, નેવી અને એર ફોર્સમાં જેન્ડર ઇક્વાલીટી દાખવીને મહિલાઓની નિયુક્તિ કરી છે.