સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણેય સેવાઓ વચ્ચે અસાધારણ તાલમેલ અને એકતા જોવા મળી. તે બદલાતી વિશ્વ વ્યવસ્થા અને યુદ્ધની નવી પદ્ધતિઓના પડકારોનો સામનો કરવા માટે સંકલિત વ્યૂહરચના વિકસાવવાના સરકારના સંકલ્પને પણ પુષ્ટિ આપે છે. સંરક્ષણ મંત્રી નવી દિલ્હીમાં નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લાના પુસ્તક “સિવિલ મિલેટરી ફ્યુઝન એઝ અ મેટ્રિક ઓફ નેશનલ પાવર એન્ડ કોમ્પ્રીહેન્સિવ સિક્યુરિટી” ના વિમોચન પ્રસંગે સંબોધન કરી રહ્યા હતા.
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે વર્તમાન સમયમાં પરંપરાગત સંરક્ષણ અભિગમો પૂરતા નથી કારણ કે યુદ્ધ હવે વિષમ સ્વરૂપ લઈ ચૂક્યા છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે રાષ્ટ્રીય સુરક્ષા તેમજ વ્યૂહાત્મક સ્વાયત્તતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી સંરક્ષણ દળોને સશક્ત બનાવવા માટે ઘણા સાહસિક સુધારા હાથ ધર્યા છે.