Site icon Revoi.in

હોળી-ઘૂળેટીના તહેવારોમાં ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત પ્રવાસન સ્થળો હાઉસફુલ રહ્યા,

Social Share

અમદાવાદઃ ગુજરાતીઓ ફરવાના સૌથી વધુ શોખીન ગણાય છે. જેમાં બે-ચાર દિવસની રજા આવે એટલે પરિવાર સાથે પ્રવાસે નીકળી પડતા હોય છે. હોળી-ધૂળેટીની રજાઓમાં રાજ્યના તમામ પ્રવાસન સ્થળો તેમજ ધાર્મિક સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. સોમનાથ, દ્વારકા, ઘોરડો, ધોળાવીરા, સાપુતારા, અંબાજી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત પ્રર્યટક અને ધાર્મિક સ્થળો પર લોકો ઉમટી પડ્યા હતા. જેમાં ત્રણ દિવસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની 1,30 લાખ લોકોએ મુલાકાત લીધી હતી.

હોળી-ધૂળેટીના તહેવારોમાં કુદરતી સૌંદર્ય અને શાંત વિસ્તાર ગણાતા એકતાનગર કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઝરવાણી અને નિનાઈ ધોધ, પોઇચા સ્વામિનારાયણ નીલકંઠ ધામ, વિશલ ખાડી, સહિતના સ્થળો પર પ્રવાસીઓની  ભારે ભીડ જોવા મળી હતી. પ્રવાસીઓ માટે ટેન્ટસિટી, રિસોર્ટ હોટેલોમાં ધુળેટી રમવાની ખાસ વ્યવસ્થાઓ કરાઈ હતી. જ્યારે ગરુડેશ્વરના નિર્વાણાના, વાવડી SOU પામ સહિત અનેક જગ્યાએ સ્થાનિક નર્મદા જિલ્લા અને આજુબાજુના જિલ્લાના લોકો માટે હોળી સ્પેશિયલ પ્રોગ્રામ યોજાયો હતો. અને ડાન્સ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા  હોળી ધૂળેટીના તહેવારોમાં  મફત  ઠંડુ પાણી, તેમજ બસ સેવામાં પણ વધારો કરી દેવામાં આવ્યો હતો. વધારાની  ટિકિટ બારીઓ પણ શરૂ કરવામાં આવી હતી. પ્રવાસીઓને કોઈ તકલીફ ના પડે એ માટે વધુ સ્ટાફ પણ બહારથી સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. એટલું જ નહિ કોઈને ટિકિટ ના મળી હોય તો તેમને ઓનલાઇન બુકિંગ પણ SOUનો સ્ટાફ કરી આપવા મદદરૂપ થતો હતો. SOU સત્તામંડળે સોમવારની રજા કેન્સલ કરીને તમામ મથકો ચાલુ રાખવામાં આવ્યા હતા. એટલે સોમવારે 39,000 પ્રવાસીઓ નોંધાયા હતા. જોકે શનિવારે 37,000 અને રવિવારે 54,000 પ્રવાસીઓ નોંધાયા હતા. આમ આ રાજાઓમાં 1,30,000 પ્રવાસીઓ નોંધાયા હતા. (File photo)