Site icon Revoi.in

મોરોક્કોમાં ભૂકંપથી તબાહી, મૃત્યુઆંક 2100ને પાર,સેંકડો મકાનો થયા જમીનદોસ્ત

Social Share

દિલ્હી: મોરોક્કોમાં વિનાશક ભૂકંપથી મૃત્યુઆંક વધીને 21,22 થી વધુ થઈ ગયો છે અને ઓછામાં ઓછા 2,421 ઘાયલ થયા છે. દેશના ગૃહ મંત્રાલયે શનિવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપમાં 21,22 લોકોના મોત થયા છે અને મૃત્યુઆંક વધુ વધવાની ધારણા છે કારણ કે બચાવકર્તાઓ સૌથી વધુ અસરગ્રસ્ત દૂરના વિસ્તારોમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, અલ-હૌઝ પ્રાંતમાં સૌથી વધુ 1,293 લોકોના મોત થયા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા 2,059 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 1,404ની હાલત ગંભીર છે.

મોરોક્કો સરકારે ભૂકંપને પગલે ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. મોરોક્કોમાં શુક્રવારે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે છેલ્લા 120 વર્ષમાં દેશમાં આવેલો સૌથી ભયાનક ભૂકંપ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દેશોના નેતાઓએ મોરોક્કોને મદદની ઓફર કરી છે. G20 સમિટની યજમાની કરી રહેલા વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, “મોરોક્કોમાં ભૂકંપને કારણે થયેલા જાનહાનિથી ખૂબ જ દુઃખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના મોરોક્કોના લોકો સાથે છે.તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. ભારત આ મુશ્કેલ સમયમાં મોરોક્કોને તમામ સંભવ મદદ કરવા તૈયાર છે.