Site icon Revoi.in

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપનો આંચકો આવ્યો, પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ ઉપર નોંધ્યું કેન્દ્રબિંદુ

Closeup of a seismograph machine earthquake

Social Share

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. ધરા ધ્રુજતા લોકો ડરને માર્યા બાદ ઘરની બહાર દોડી ગયા હતા. ઓફિસમાં કામ કરનારા લોકો પોતાનું કામ છોડીને બિલ્ડીંગની બહાર દોડી ગયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ ઉપર નોંધાયું હતું. જો કે, હાલની સ્થિતિએ કોઈ જાનહાનીની માહિતી સામે આવી નથી. ભૂકંપનો આંચકો દિલ્હી-એનસીઆર સહિત જમ્મુ-કાશ્મીરના પૂંછમાં અનુભવાયો હતો.

પેટાળમાં 7 પ્લેટ્સ છે. જે સતત ફરતી રહે છે, જ્યાં પ્લેટ્સ વધારે અથડાય છે તે ઝોનને ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાથી પ્લેટ્સ વળે છે, જ્યારે વધારે દબાણ સર્જાય છે ત્યારે પ્લેટ્સ ટુટવા લાગે છે. નીચેની ઉર્જા બહાર આવવા માટે રસ્તો શોધે છે અને ડિસ્ટબન્સ બાદ ભૂકંપ આવે છે. ભૂકંપના કેન્દ્રબિંદુ એને કહેવામાં આવે છે જેની નીચે દબાયેલી પ્લેટોમાં હલચલથી ભૂગર્ભીય ઉર્જા નીકળે છે. આ સ્થળ ઉપર ભૂકંપની કંપન સૌથી વધારે હોય છે. જેમ જેમ કેન્દ્ર બિંદુ દુર હોય હોય તેમ ભૂકંપની તીવ્રતા પણ ઘટતી જાય છે. તેમ છતા રિક્ટર સ્કેલ ઉપર તીવ્રતા 7થી વધારેની હોય ત્યારે 40 કિમીના વિસ્તારમાં વધારે તીવ્રતા નોંધાય છે.