Site icon Revoi.in

મ્યાનમારમાં ફરી આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.7 નોંધવામાં આવી

Social Share

દિલ્હી – પાડોશી દેશ મ્યાનમારમાં સતત ભૂકંપ આવની ઘટનાઓ બનતી રહતી હોય છે ત્યારે  મ્યાનમારમાં આજે સવારે ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે.

આ બાબતે મળતી માહિતી મુજબ, આ ભૂકંપ ઉત્તર-પૂર્વ મ્યાનમારમાં આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર શાન રાજ્યના કેંગ તુંગ શહેરથી લગભગ 76 કિમી દક્ષિણ-પશ્ચિમમાં હતું.

આ સહિત ભૂકંપની ઊંડાઈ 10 કિમી હતી. મળતી માહિતી મુજબ આ ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ પ્રકારનું નુકસાન થયું નથી.  આ ભૂકંપ પૂર્વોત્તર મ્યાનમારમાં ત્યારે આવ્યો જ્યારે લોકો સવારે ઊંઘમાં  ર હતા. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે જે  વિસ્તારમાં ભૂકંપ આવ્યો તે ચીન, લાઓસ અને થાઈલેન્ડની સરહદની નજીક છે. આ ભૂકંપના આંચકા થાઈલેન્ડના મોટા શહેર ચિયાંગ માઈમાં પણ અનુભવાયા હતા. આ પહેલા 15 નવેમ્બરના રોજ સવારે પાકિસ્તાનમાં ભૂકંપનો આંચકો જોવા મળ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.35 નોંધવામાં આવી હતી.