Site icon Revoi.in

ગ્વાટેમાલા અને મેક્સિકોમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.4 નોંધાઈ

Social Share

દિલ્હીઃ- વિશ્વમાં કેટલાક એવા દેશો છે કે જંયાં સતત ભૂકંપ આવવાની ઘટનાો સામે આવતી હોય છે ત્યારે ફરી એક વખત ગ્લાટેમાલ તથઆ મેક્સિકોમાં ભૂકંપ આવવાની ઘટના સામે આવી છે.જો કે ધરતીની સપાટીની નીચે 150 માઇલથી વધુના ભૂકંપના ઊંડા હાઇપોસેન્ટરને નુકસાન મ થયું બોવાનું જાણવા મળ્યું  છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે મેક્સિકો અને ગ્વાટેમાલામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અહેવાલો અનુસાર, મધ્ય અમેરિકન રાષ્ટ્ર અને દક્ષિણ મેક્સિકોના ભાગોને 6.4-તીવ્રતાના ભૂકંપથી ઘરતી ઘ્રુજી ઉઠી હતી. જો કે ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી.

અમેરિકા. ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (USGS) એ જણાવ્યું હતું કે 6.4 તીવ્રતાનો ભૂકંપ 252 કિલોમીટર (156.6 માઇલ) ની ઊંડાઇએ ત્રાટક્યો હતો અને તેનું કેન્દ્ર કેનિલા, ગ્વાટેમાલાની નગરપાલિકાથી લગભગ 2 કિલોમીટર દક્ષિણપૂર્વમાં હતું

ભૂકંપને લઈને ગ્વાટેમાલાની કુદરતી આપત્તિ એજન્સીએ માહિતા પી હતી અને તેણે  જણાવ્યું હતું કે ભૂકંપથી તાત્કાલિક નુકસાનના કોઈ અહેવાલ નથી. દરમિયાન, દક્ષિણ મેક્સીકન રાજ્ય ચિયાપાસમાં નાગરિક સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે અહી પણ ભૂકંપના કારણે  સંપત્તિને કોઈ નુકસાન થયું નથી. પાડોશી દેશ અલ સાલ્વાડોરે ટ્વીટ કર્યું છે કે ભૂકંપથી સુનામીનું કોઈ જોખમ વર્તાઈ રહ્યું નથી.

 

Exit mobile version