Site icon Revoi.in

લેહ-લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં આવ્યો ભૂકંપ,બંને જગ્યાએ તીવ્રતા 4.1 રહી

Social Share

શ્રીનગર : લેહ-લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. લેહ-લદ્દાખમાં રાત્રે 2.16 વાગ્યે અને જમ્મુ-કાશ્મીરના કટરામાં વહેલી સવારે 3.50 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા 4.1 હતી. અગાઉ લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લદ્દાખમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 હતી જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી

મળતી માહિતી મુજબ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં શનિવારે રાત્રે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 હતી. ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના ડોડામાં 18 કિમી ભૂગર્ભમાં હતું. અત્યાર સુધી ક્યાંયથી કોઈ નુકસાનના અહેવાલ નથી.

આ પહેલા રામબનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેની તીવ્રતા 3.0 હતી. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે ભૂકંપ 2.03 કલાકે આવ્યો હતો.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.