Site icon Revoi.in

લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા: રિક્ટર સ્કેલ પર ૩.6 ની તીવ્રતા

Social Share

લદ્દાખ: કેન્દ્રશાસિત લદ્દાખમાં શનિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ સવારે 5:11 વાગ્યે લદ્દાખમાં ૩.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપને કારણે કોઈપણ પ્રકારના જાન-માલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.ભૂકંપના તીવ્ર આંચકાથી લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા.

આ પહેલા 18 ફેબ્રુઆરીએ લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3.7 હતી અને લગભગ 200 કિલોમીટરની ઊંડાઈ નોંધાઈ હતી.આ સાથે અનેક રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાય ચુક્યા છે.

ગયા અઠવાડિયે દેશના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 27 ફેબ્રુઆરીની સવારે ગુજરાતના સુરતમાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આઈએસઆરએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ ગુજરાતમાં સુરતથી 29 કિમી ઉત્તર-પૂર્વમાં હતું. આમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. ભૂકંપ 15 કિલોમીટરની ઊંડાઈ પર હતો.

-દેવાંશી