Site icon Revoi.in

અમરેલીના ખાંભા પંથકમાં ફરીવાર ધરા ધ્રૂજી, ભૂકંપના હળવા આંચકાથી લોકોમાં ફફડાટ

Closeup of a seismograph machine earthquake

Social Share

અમરેલી : ગુજરાતમાં  ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના હળવા આંચકા આવતા હોય છે. કચ્છ બાદ અનેક જિલ્લાઓમાં ભૂકંપના હળવા આંચકાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે.  ત્યારે અમરેલી જિલ્લામાં આજે ફરી એકવાર ભૂકંપ અનુભવાયો હતો. જિલ્લાના ખાંભા તાલુકામાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ખાંભા તાલુકાના ભાડ, વાંકીયા, મિતિયાળા અને સાકરપરા ગામના લોકો ભૂકંપના આંચકાથી ફફડી ઊઠ્યા હતા.. 2 દિવસ પહેલા રાત્રે ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા.

અમરેલીથી દક્ષિણે 42 કિલોમીટર દુર સવારે 10.27 વાગ્યે 2.8 ની તીવ્રતાનો ધરતીકંપ અનુભવાયો હતો. અને આસપાસના વિસ્તારોમાં  ધ્રુજારી અનુભવાઇ હતી. ખાંભા, સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધરતીકંપનો અનુભવાયો હતો. જો કે જાનમાલને કોઇ નુકસાન થયુ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં લાંબા સમય બાદ ફરી એકવાર ભૂકંપના આંચકાઓ અનુભવાઇ રહ્યા છે. જેના કારણે લોકોમાં ફરી એકવાર ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ઇન્સીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના અનુસાર આ ધરતીકંપનો આંચકો 3 ની તિવ્રતાનો હતો. જો કે આ ભૂકંપના કારણે કોઇ પણ જાનમાલના નુકસાન અંગેની માહિતી હજી સુધી પ્રાપ્ત થઇ નથી. આ ઉપરાંત રિક્ટર સ્કેલ પર ભૂકંપનો આંચકો હળવો હોવાના કારણે સામાન્ય નાગરિકોને ભૂકંપની માહિતી પણ અન્ય વિજાણુ માધ્યમો દ્વારા મળી હતી. સમગ્ર મામલે જિલ્લા તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારના નુકસાન અંગે માહિતી નથી. એવું કહેવામાં આવ્યું હતું. સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂકંપના હાળવા આંચકા  સમયાંતરે અનુભવાતા હોય છે. ઘણીવાર હળવા આંચકાને લીધે લોકોને જાણ પણ મોડી થતી હોય છે.