Site icon Revoi.in

ગુજરાતમાં ફરી ધરા ધ્રુજીઃ બનાસકાંઠામાં 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અવાર-નવાર ભૂકંપ આવે છે. તેમજ તાજેતરમાં જ નર્મદામાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. દરમિયાન આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઢઠામાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેનું કેન્દ્રીબિંદુ રાજસ્થાનના બાડમેરમાં નોંધાયું હતું. જો કે, ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભય ફેલાયો છે.

પ્રાપ્ત મહિતી અનુસાર ગુજરાતમાં વર્ષ 2001માં આવેલો ગોઝારો ભૂકંપ હજુ લોકો ભૂલ્યાં નથી. 2001ના ભૂકંપ બાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા આવે છે. દરમિયાન આજે સવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ધરા ધ્રુજતા લોકોમાં ભય ફેલાયો હતો અને ઘરની બહાર દોડી ગયા હતા. વાવથી 84 કિમી દૂર આ આંચકી અનુભવાયો હતો અને ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજસ્થાનનું બાડમેર હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાઈ હતી. બનાસકાંઠાના પાલનપુર સહિતનાં વિસ્તારોમાં પણ હલકા આંચકા અનુભવાયા હતા.

(Photo-File)